યુરોપના કેટલાક ભાગોમાં શિયાળાની ઋતુ વચ્ચે ‘અભૂતપૂર્વ હીટ ડોમ’ની સ્થિતિ ઉદ્દભવી

તાજેતરમાં યુરોપના કેટલાક ભાગોમાં શિયાળાની ઋતુ વચ્ચે ‘અભૂતપૂર્વ હીટ ડોમ’ની સ્થિતિ ઉદ્દભવી હતી. આ હીટ ડોમ યુરોપના સાત દેશોમાં જાન્યુઆરી મહિનામાં જોવા મળ્યો હતો; જેમાં પોલેન્ડ, ડેનમાર્ક, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ, બેલારુસ, લિથુઆનિયા અને લાતવિયાનો સમાવેશ થાય છે.

હીટ ડોમ વિશે

 • રાષ્ટ્રીય દરિયાઈ અને વાતાવરણ વહીવટ (NOAA) સંસ્થા મુજબ હીટ ડોમનું નિર્માણ ગરમ સમુદ્રી પ્રવાહોના વાતાવરણમાં ગુંબજ (Dome)ની જેમ ફસાવવાને કારણે થાય છે. ગરમ ગુંબજમાં જેટલા લાંબા સમય માટે હવા ફસાયેલ રહે છે, તેટલા સમય માટે સૂર્યની ગરમી હવાને ગરમ કરવા માટે કાર્ય કરે છે, જે દરેક પસાર થતા દિવસ સાથે વધુ ને વધુ ગરમ સ્થિતિ ઉત્પન્ન કરે છે.
 • હીટ ડોમ સામાન્ય રીતે થોડા દિવસો માટે રહે છે પરંતુ કેટલીકવાર તે અઠવાડિયા સુધી લંબાઈ શકે છે. જે ઘાતક હીટવેવનું કારણ બને છે.
 • હીટ ડોમની ઘટનાના નિર્માણની શરૂઆત સમુદ્રના તાપમાનમાં ભારે બદલાવ સાથે થાય છે. જેને સંવહન (Convection) તરીકે ઓળખાય છે. જેમાં તાપમાનનો તફાવત સમુદ્રની સપાટીને ગરમ કરે છે, જેથી તે વિસ્તારમાં ગરમી વધારે રહે છે.

શું હીટ ડોમ અને હીટ વેવ સમાન છે ?

 • હીટ ડોમ અને હીટ વેવ એકબીજા સાથે સંબંધિત છે, પરંતુ બંન્ને સમાન નથી. હીટ ડોમ એવી હવામાન પરિસ્થિતિ છે, જેમાં સપાટી પર ઉચ્ચ દબાણવાળી પ્રણાલી અને નીચે ઉતરતી હવાની ભૂમિકા હોય છે. હીટ ડોમની પરિસ્થિતિ સ્વચ્છ આકાશ અને ગરમ હવામાન તરફ દોરી જાય છે. મૂળ રીતે, હીટ ડોમ ટૂંકા સમયગાળા માટે ઉષ્મીય વાતાવરણ છે.
 • જ્યારે હીટ વેવ એ લાંબો સમયગાળા માટેનું ઉષ્મિય વાતાવરણ છે. હીટ વેવની વ્યાખ્યા જુદા-જુદા પ્રદેશના આધારે બદલાતી રહે છે, પરંતુ હીટ વેવને ગરમ વાતાવરણના લાંબા સમયગાળા તરીકે દર્શાવાય છે. જે સામાન્ય તાપમાન કરતાં વધારે તાપમાન હોય છે.
 • હીટ વેવનું નિર્માણ વિવિધ વાતાવરણ પરિસ્થિતિને કારણે થાય છે, જેમાં હીટ ડોમનો સમાવેશ થાય છે, પરંતુ તે અન્ય પરિબળો જેમ કે ઉચ્ચ દબાણ અથવા વાદળ આવરણના અભાવને કારણે પણ થાય છે.

હીટ ડોમના સર્જન માટેના કારણો

 • ઉચ્ચ દબાણ : જ્યારે તીવ્ર ઉચ્ચ-દબાણ મોટા વિસ્તારને આવરી લે, ત્યારે તે સપાટી પર ઉતરતી હવાનો “ગુંબજ” બનાવે છે. જેથી હીટ ડોમનું સર્જન થાય છે.
 • વાદળીય આવરણનો અભાવ : વાદળો સૂર્યપ્રકાશને અવકાશમાં પ્રતિબિંબિત કરીને વાતારણને ઠંડુ રાખે છે.
 • ગરમ અને ભેજવાળી હવા: હીટ ડોમ ગરમ અને ભેજવાળી હવાને કારણ કે વાતાવરણને ગરમ કરે છે.
 • હળવો પવન : જ્યારે પવન હળવો અથવા શાંત હોય છે, ત્યારે તે ગરમીને સપાટી પર લાવે છે. જેથી હીટ ડોમની રચના થાય છે.
 • જળવાયુ પરિવર્તન: કેટલાક સંશોધનો સૂચવે છે કે જળવાયુ પરિવર્તનને કારણે હીટ ડોમ વધુ સામાન્ય અને વધુ તીવ્ર બની રહ્યા છે.

હીટ ડોમની અસરો

 • જીવનનું નુકસાન : હીટ ડોમને કારણે ગરમીમાં અચાનક વધારો થાય છે. જેની અસર ઘણા લોકોના જીવન પર પડે છે.
 • કૃષિને અસર : ભારે ગરમીને કારણે ઠંડી પરિસ્થિતિમાં ઉત્પન્ન થતા કૃષિ પેદાશોને દીર્ધ અસર થાય છે. જેથી ખેડૂતોની આવકમાં વધારો થતો નથી.
 • ઊર્જા માંગમાં વૃદ્ધિ : હીટ ડોમને કારણે એ.સી, પંખા અને શીત ઉપકરણોના વપરાશ માટે ઊર્જાની માંગમાં વૃદ્ધિ થાય છે.
 • દાવાનળમાં વૃદ્ધિ : હીટ ડોમ જંગલમાં આગના બનાવોની તીવ્રતામાં વૃદ્ધિ કરે છે. જેથી ભારત તેમજ વિશ્વના અન્ય ભાગોમાં પણ દાવાનળના બનાવો વધે છે.
 • હીટ ડોમની અસરથી વાદળીય આવરણનો અભાવ રહે છે, જે સૂર્યના કિરણોત્સર્ગને જમીન સુધી વધારે પહોંચાડે છે.

Leave a Comment

Share this post