DAC એ હેલીના નાગ મિસાઇલ સહિત અન્ય સ્વદેશી ઉપકરણોને ખરીદવા માટેની મંજૂરી આપી

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ(DAC) એ 4,276 કરોડની મૂડી સ્વદેશી હેલીના અને બ્રાહ્મોસ ક્રૂઝ મિસાઇલ લોંચરની ખરીદી માટે ફાળવી છે.

હેલિના

  • યુદ્ધ ભૂમિની ભૌગોલિક બાબતોને ધ્યાનમાં રાખતાં નાગના આધૂનિક સંસ્કરણો વિકસાવવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ એટલે હેલિના.
  • હેલિના (આર્મી વર્ઝન) અને ધ્રુવસ્ત્ર (ભારતીય એરફોર્સ વર્ઝન) એ ત્રીજી પેઢીની એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો છે જે નાગ મિસાઇલનું હેલિકોપ્ટર વર્ઝન છે. તેની મહત્તમ રેન્જ સાત કિલોમીટર છે અને તેને ALH (એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર) સાથે જોડીને લક્ષ્યને ટાર્ગેટ કરવામાં આવે છે. હેલિના લગભગ 8 કિમીની વિસ્તૃત સ્ટ્રાઈક રેન્જ ધરાવે છે.
  • એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો એ મુખ્યત્વે ભારે સશસ્ત્ર વાહનો અને ટાંકીઓને નષ્ટ કરવા અથવા નુકસાન પહોંચાડવા માટે રચાયેલ છે. તે માર્ગદર્શિત મિસાઇલો છે; જેમ કે વાયર-ગાઇડેડ મિસાઇલ્સ, લેસર ગાઇડ ગાઇડેડ મિસાઇલ્સ વગેરે.
  • હેલિનાને DRDO ના મિસાઇલ્સ અને સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ (MSS) ક્લસ્ટર હેઠળ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (DRDL), હૈદરાબાદ દ્વારા વિકસાવવામાં આવી છે.
  • 2018 થી મિસાઈલના સફળ યુઝર ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા છે.

અન્ય એન્ટિ- ટેન્ક મિસાઇલ

DRDO એ ટેન્ક-વિરોધી મિસાઇલ તકનીકોની શ્રેણી ડિઝાઇન અને વિકસિત કરી છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • નાગ : તેત્રીજી પેઢીની ફાયર-એન્ડ-ફોર્ગેટ મિસાઈલ છે
  • MPATGM : તે મેન-પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ માટે વપરાય છે. જે 2.5 કિલોમીટરની રેન્જ ધરાવે છે, જેમાં પાયદળના ઉપયોગ માટે ફાયર-એન્ડ-ફોર્ગેટ અને ટોપ એટેક ક્ષમતાઓ છે.
  • SANT: તે એક સ્માર્ટ સ્ટેન્ડ-ઓફ એન્ટી-ટેન્ક મિસાઈલ છે. જેને એરફોર્સની ટેન્ક વિરોધી કામગીરી માટે Mi-35 હેલિકોપ્ટરથી લોન્ચ કરવા માટે વિકસાવવામાં આવી છે.
  • MBT અર્જુન માટે ATGM : જેનો ઉપયોગ અર્જુન ટેન્ક પરથી કરવામાં આવે છે.

Leave a Comment

Share this post