હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર

હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર

 • 1953થી હિન્દી દિવસ દર  વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, 14 સપ્ટેમ્બર 1949ના દિવસે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. ભારતની સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો ઉપયોગ કરવાના નિર્ણયને 26 જાન્યુઆરી, 1950 ના રોજ ભારતના બંધારણ દ્વારા કાયદેસર માન્યતા મળી હતી.
 • ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 26 જાન્યુઆરીના દિવસે હિન્દી દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. હિન્દી પણ આઠમી અનુસૂચિની ભાષા છે, શાસ્ત્રીય ભાષા નથી.
 • હિન્દી ભારતની બહારના કેટલાક દેશોમાં પણ બોલાય છે, જેમ કે મોરેશિયસ, ફિજી, સુરીનામ, ગયાના, ત્રિનિદાદ અને ટોબેગો અને નેપાળમાં.
 • ભારતનું સૌ પ્રથમ હિન્દી ભાષાનું અખબાર ઉદન્ત માર્તણ્ડ (उदन्त मार्तण्ड) કલકત્તાથી પ્રકાશિત થયું હતું.
 • અર્વાચીન હિન્દી સાહિત્યના જન્મદાતા : ભારતેન્દુ હરિશ્ચંદ્ર

હિન્દીને પ્રોત્સાહન આપવા માટે સરકારની પહેલ

 • અધિકૃત ભાષા સંબંધિત બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા અને સંઘના અધિકૃત હેતુઓ માટે હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, ગૃહ મંત્રાલયના સ્વતંત્ર વિભાગ તરીકે જૂન 1975માં રાજભાષા વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.
 • હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે શિક્ષણ મંત્રાલય હેઠળ ભારત સરકાર દ્વારા 1960માં કેન્દ્રીય હિન્દી નિર્દેશાલય(Central Hindi Directorate)ની સ્થાપના કરવામાં આવી હતી.
 • ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) એ વિદેશમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે વિદેશમાં વિવિધ વિદેશી યુનિવર્સિટીઓ/સંસ્થાઓમાં ‘હિન્દી ચેર’ની સ્થાપના કરી છે.
 • LILA-રાજભાષા (કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા ભારતીય ભાષાઓ શીખો : Learn Indian Languages through Artificial Intelligence) એ હિન્દી શીખવા માટે મલ્ટીમીડિયા આધારિત બુદ્ધિશાળી સ્વ-ટ્યુટરિંગ એપ્લિકેશન છે.
 • ઈ-સરલ હિન્દી વાક્ય કોશ અને ઈ-મહાશબ્દકોશ મોબાઈલ એપ, રાજભાષા વિભાગની બંને પહેલ, હિન્દીના વિકાસ માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હેતુ ધરાવે છે.
 • ગૃહ મંત્રાલયે 25 માર્ચ, 2015ના રોજ કરેલા આદેશમાં હિંદી દિવસ પર વાર્ષિક ધોરણે આપવામાં આવતા બે પુરસ્કારના નામ બદલ્યા છે.
 • 1986માં સ્થપાયેલ ‘ઇન્દિરા ગાંધી રાજભાષા પુરસ્કાર’ બદલીને ‘રાજભાષા કિર્તી પુરસ્કાર’ અને ‘રાજીવ ગાંધી રાષ્ટ્રીય જ્ઞાન-વિજ્ઞાન મૌલિક પુસ્તક લેખન પુરસ્કાર’ બદલીને ‘રાજભાષા ગૌરવ પુરસ્કાર’ કરવામાં આવ્યા છે.

વિશ્વ હિન્દી દિવસ

 • 10 જાન્યુઆરીનો દિવસ આખા વિશ્વમાં હિન્દી દિવસ મનાવવામાં આવે છે. સૌથી પહેલા વિશ્વ હિન્દી સમ્મેલન 10 જાન્યુઆરી, 1975ના રોજ નાગપુરમાં યોજાયેલી પ્રથમ વિશ્વ હિન્દી પરિષદની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે.
 • પ્રથમ વિશ્વ હિન્દી પરિષદનું ઉદ્ઘાટન પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi)એ કર્યું હતું. 10 જાન્યુઆરી 2006ના રોજ પ્રથમ વખત વિશ્વ હિંદી દિવસની ઉજવણી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ (Former Prime Minister Dr. Manmohan Singh) દ્વારા કરવામાં આવી હતી.
 • 14 સપ્ટેમ્બર 1949ના રોજદેશની બંધારણ-સભાએ સર્વસંમતિથી હિન્દીને રાજભાષાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો.

Leave a Comment

TOPICS : ,

Share this post