Hindustan Lead-in Fighter Trainer(HLFT-42)

Hindustan Lead-in Fighter Trainer(HLFT-42)

  • હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 વિમાનની ટેઇલમાં ભગવાન હનુમાનજીનો ફોટો હટાવી દીધો છે.બેંગલુરુમાં આયોજિત Aero India 2023 Showમાં ટ્રેનર યુદ્ધ વિમાન HLFT-42 શોકેસ કરાયું હતું. જેમાં હાથમાં ગદા સાથે ઉડતા હનુમાનજીનો ફોટો લગાવ્યો હતો. આ સાથે એવું પણ લખ્યું હતું કે, વાવાઝોડું આવી રહ્યું છે.

HLFT-42

  • HLFT-42 એરક્રાફ્ટની ટેગલાઇન છે “The Strom Is Coming (તોફાન આવી રહ્યું છે)”.
  • તે નેક્સ્ટ જનરલ સુપરસોનિક ટ્રેનર છે.
  • આ એક સુપરસોનિક એરક્રાફ્ટ છે અને તેને ફાઈટર પાઈલટોની તાલીમ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
  • તે બે એન્જિન સાથેનું પ્રથમ સ્વદેશી ટ્રેનર ફાઇટર એરક્રાફ્ટ હશે.
  • HLFT-42 આધુનિક લડાયક વિમાન તાલીમ અત્યાધુનિક એવિઓનિક્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
  • HAL પાસે હાલમાં જે ફાઈટર એરક્રાફ્ટ છે તે એક એન્જિન સાથે તેજસ છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post