નેધરલેન્ડ્સે હોકી વર્લ્ડ કપ 2023 (14-0)ની વિક્રમી જીત નોંધાવી

  • ત્રણ વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સે FIH મેન્સ હોકી વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઇનલમાં સીધી ક્વોલિફિકેશન મેળવવા માટે ચિલી પર 14-0થી રેકોર્ડ બ્રેક જીત નોંધાવી હતી.
  • ઓસ્ટ્રેલિયાએ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે હોકી વર્લ્ડ કપની મેચમાં સૌથી મોટા માર્જિનથી (12-0) જીતનો રેકોર્ડ બનાવ્યો હતો.
  • નેધરલેન્ડના જિપ જેન્સેન અને થિયરી બ્રિંકમેને મેચમાં હેટ્રિક ફટકારી હતી.
  • નેધરલેન્ડ્સ ત્રણ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે અને છેલ્લી બે આવૃતિમાં રનર-અપ રહી છે.
  • ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) હોકી વર્લ્ડ કપની 15 મી આવૃત્તિ 13 થી 29 જાન્યુઆરી 2023 દરમિયાન ભુવનેશ્વર અને રાઉરકેલામાં યોજાઇ રહી છે.
  • FIHનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના લૉસનેમાં છે.
  • ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમે વર્ષ 1975માં અજીતપાલ સિંહની કેપ્ટનશીપમાં એકમાત્ર વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારપછી ટીમ સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નથી.
  • આ પહેલા 1971માં પ્રથમ વર્લ્ડકપમાં ભારતે 1973માં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી 1978 થી 2014 સુધી ભારત ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યું નથી. ગત વખતે પણ ભૂવનેશ્વરમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારત ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે હારીને બહાર થઈ ગયું હતું.

Leave a Comment

TOPICS : ,

Share this post