ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમોના પ્રણેતા ડૉક્ટર હોમી ભાભાની પુણ્યતિથિ

ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમોના પ્રણેતા ડૉક્ટર હોમી ભાભાની પુણ્યતિથિ

 • આજે ભારતના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી,વૈજ્ઞાનિક અને અણુશક્તિના જનક  ડો. હોમી જહાંગીર ભાભાની પુણ્યતિથિ છે.
પૂર્ણ નામ હોમી જહાંગીર ભાભા
રાષ્ટ્રીયતા ભારતીય
જન્મ ઓક્ટોબર ૩૦, ૧૯૦૯
પ્રખ્યાત અણુશક્તિના જનક
અવસાન જાન્યુઆરી ૨૪, ૧૯૬૬
મૃત્યનું કારણ વિમાન દુર્ઘટના
 • તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હિટલર સાથે તેમણે બ્રહ્માંડ-કિરણો (cosmic rays) ઉપર પોતાનો મૌલિક સિદ્ધાંત સોપાની વર્ષણ (cascade shower) સ્થાપિત કર્યો.
 • ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સી. વી. રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી (1939) હતી.
 • જેઆરડી ટાટાની મદદથી મુંબઇમાં ‘ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ની સ્થાપના કરી અને વર્ષ 1945માં તેના ડાયરેક્ટર બન્યા.
 • વર્ષ 1948માં ડૉક્ટર ભાભાએ ભારતીય પરમાણુ ઉર્જા કમિશનની સ્થાપના કરી હતી.
 • વર્ષ 1955માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.
 • ભાભા વર્ષ 1950થી 1966 સુધી પરમાણુ ઉર્જા કમિશનના અધ્યક્ષ હતા ત્યારે તેઓ ભારત સરકારના સચિવ પણ હતા.
 • ભારત સરકારે આ મહાન વૈજ્ઞાનિકના યોગદાનને જોતા ભારતીય પરમાણુ રિસર્ચ સેન્ટરનું નામ ભાભા પરમાણુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાખ્યુ છે.

એવોર્ડ્સ /સન્માન

 • ઇસ.1954 માં ભારત સરકારે ડો. ભાભાને પદ્મભૂષણ પૂરસ્કારથી સન્માનીત કર્યા હતા.
 • તેઓ પાંચ વખત નોબલ પૂરસ્કાર માટે નામાંકિત થઈ ચૂક્યા છે.
 • ઇસ.1943 માં એડમ્સ પૂરસ્કાર મળ્યો હતો.

Leave a Comment

Share this post