IAF એ ‘NI-KSHAY મિત્ર’ ના ભાગ રૂપે 765 TB દર્દીઓને મદદ કરશે

IAF એ ‘NI-KSHAY મિત્ર’ ના ભાગ રૂપે 765 TB દર્દીઓને મદદ કરશે

  • રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપતા સામાજિક કારણોમાં યોગદાન આપવાના ભારતીય વાયુસેનાના પ્રયાસના ભાગરૂપે, સેવાએ “ની-ક્ષય મિત્ર” યોજનામાં પોતાના યોગદાન આપવા કટિબદ્ધ છે.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અમલી “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન (PMTBMBA) હેઠળની એક પહેલ છે, જે 2030 ના વૈશ્વિક લક્ષ્યથી પાંચ વર્ષ પહેલા એટલે કે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનો પ્રયાસ કરે છે.
  • “ની-ક્ષય મિત્ર” એ એક પહેલ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટ, સંસ્થાઓ, NGO અને વ્યક્તિઓ દ્વારા ટીબીની સારવાર કરાવતા લોકોને વધારાના નિદાન, પોષણ અને વ્યાવસાયિક સહાય પૂરી પાડે છે.

રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ :National TB Elimination Program (NTEP)

  • નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP), જે અગાઉ રિવાઇઝ્ડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ (RNTCP) તરીકે ઓળખાતો હતો, તેનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ લક્ષ્યોથી પાંચ વર્ષ આગળ, 2025 સુધીમાં ભારતમાં ટીબીના બોજને વ્યૂહાત્મક રીતે ઘટાડવાનો છે. 2020માં, RNTCPને 2025 સુધીમાં ભારતમાં TB નાબૂદ કરવાના ભારત સરકારના ઉદ્દેશ્ય પર ભાર મૂકવા માટે રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) તરીકે નામ આપવામાં આવ્યું.
  • દવા-પ્રતિરોધક ટીબીની સારવાર માટે બેડાક્વિલિન અને ડેલામેનિડ જેવી નવી દવાઓનો સરકાર દ્વારા ટીબીના દર્દીઓને મફતમાં આપવામાં આવતી દવાઓની બાસ્કેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Share this post