ICC એવોર્ડ્સ – 2022ના વિજેતાઓની જાહેરાત

ICC એવોર્ડ્સ – 2022ના વિજેતાઓની જાહેરાત : ભારતના સૂર્યકુમાર યાદવ અને રેણુકા સિંહનો સમાવેશ કરવામાં આવ્યો

  • ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC દ્વારા તાજેતરમાં વર્ષ 2022ના વિજેતા ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી.
  • ICC એવોર્ડ્સ – 2022માં ભારતના સૂર્યકુમાર યાદવને ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર – 2022 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો જ્યારે દેશબંધુ રેણુકા સિંહને ICC ઇમર્જિંગ વુમન ક્રિકેટર ઓફ ધ યર-2022 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
  • સૂર્યકુમાર યાદવ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન બાદ કેલેન્ડર વર્ષ 2022માં T20I માં 1000 થી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન બન્યા હતા અને તેમણે 187.43 ના સ્ટ્રાઇક રેટથી 1164 રન બનાવીને વર્ષની સર્વોચ્ચ રન રેટ હાંસલ કરી હતી.
  • ઉપરાંત તેમણે વર્ષ 2022 દરમિયાન 68 સિક્સ ફટકારી હતી જે T20I ના ઇતિહાસમાં કોઇપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલ સિક્સ કરતા સૌથી વધુ છે.
  • દેશબંધુ રેણુકા સિંહ દ્વારા વર્ષ 2022માં 40 આંતરરાષ્ટ્રીય વિકેટો લેવામાં આવી હતી તેમજ સીમ અને સ્વિંગ બોલિંગ વડે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ICC એવોર્ડ્સ – 2022ના વિજેતાઓ

શ્રેણી વિજેતા દેશ
ICC મેન્સ એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર ગેરહાર્ડ ઇરાસ્મસ નામિબિયા
ICC વિમેન્સ એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર એશા ઓઝા સંયુક્ત આરબ અમિરાત (UAE)
ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર સૂર્યકુમાર યાદવ ભારત
ICC વિમેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર તાહલિયા મેકગ્રા ઓસ્ટ્રેલિયા
ICC ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માર્કો જેન્સન સાઉથ આફ્રિકા
ICC ઇમર્જિંગ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર રેણુકાસિંહ ભારત
ICC અમ્પાયર ઓફ ધ યર ડેવિડ રોફર્ડ ટ્રોફિ રિચાર્ડ ઇલિંગવર્થ ઇંગ્લેન્ડ
ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર બાબર આઝમ પાકિસ્તાન
ICC વિમેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર નેટ સિવર ઇંગ્લેન્ડ
ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ
ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર માટે રશેલ હેપહો ફ્લિન્ટ ટ્રોફિ નેટ સિવર ઇંગ્લેન્ડ
ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે સર ગારફિલ્ડ સોબર ટ્રોફિ બાબર આઝમ પાકિસ્તાન
ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ આસિફ શેખ નેપાળ

Leave a Comment

Share this post