ICC કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

ICC કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

  • ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટ કહે છે કે રશિયન રાષ્ટ્રપતિ યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાંથી રશિયન ફેડરેશનમાં લોકો (ખાસ કરીને બાળકો)ના ગેરકાયદેસર સ્થાનાંતરણના યુદ્ધ અપરાધ માટે કથિત રીતે જવાબદાર છે.
  • 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ રશિયાના આક્રમણની શરૂઆતથી યુક્રેનના કબજા હેઠળના પ્રદેશમાં કથિત રીતે ગુનાઓ આચરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર-2એ પુતિન સહિત બે વ્યક્તિઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. તેમાંથી બીજું નામ મારિયા અલેકસેવેના લ્વોવા-બેલોવાનું છે. જેઓ રશિયન ફેડરેશનમાં ચિલ્ડ્રન્સ રાઇટ્સ માટેના રાષ્ટ્રપતિ કમિશનર છે અને તેમને  લ્વોવા-બેલોવા-જેને મીડિયા અહેવાલોમાં ક્યારેક મધર રશિયા તરીકે ઓળખવામાં આવે છે.

રશિયાનું નિવેદન

  • રશિયા 2016માં આ ICC સંધિમાંથી ખસી ગયું હતું. વોરંટને નકારી કાઢતા, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, રશિયા રોમ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી અને તેના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલ નથી. તેમણે કહ્યું કે, રશિયાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સાથે કોઈ સહયોગ નથી, તેથી તેના દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ અમારા માટે કાયદાકીય રીતે અમાન્ય બની જાય છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ શું છે?

  • તે વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ છે. આ કોર્ટ ચાર પ્રકારના કેસોની સુનાવણી કરે છે – નરસંહારના ગુનાઓ, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધના ગુનાઓ અને આક્રમણના ગુનાઓ. આ કોર્ટ આ કેસોમાં આરોપીઓ સામે જ કાર્યવાહી કરે છે અને કોઈ દેશ કે કોઈ જૂથ વિરુદ્ધ નહીં.
  • તેનું મુખ્ય મથક હેગ, નેધરલેન્ડમાં છે.
  • રચના : 2002
  • આ અદાલત સ્વતંત્ર રીતે કામ કરે છે અને તે સંયુક્ત રાષ્ટ્રનો ભાગ નથી. તેથી જ નિર્ણયો લેવા માટે તેને યુએનના સમર્થનની જરૂર નથી.
  • ‘ધ રોમ સ્ટેચ્યુટ : ધારો ‘ નામની આંતરરાષ્ટ્રીય સંધિ દ્વારા સંચાલિત, ICC એ વિશ્વની પ્રથમ કાયમી આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત છે.
  • ભારત અમેરિકા અને ચીનની સાથે રોમ કાનૂનનો પક્ષકાર નથી.

પુતિનની ધરપકડ થશે?

  • ICC પાસે કોઈ દેશ કે નેતા કે કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા નથી. આનું કારણ એ છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે પોતાનું કોઈ પોલીસ દળ નથી. તેથી, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, કોર્ટ કોઈ નેતાને દોષિત ઠેરવી શકે છે, ધરપકડ વોરંટ જારી કરી શકે છે, પરંતુ તેની ધરપકડ કરવા માટે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે.
  • ધરપકડ બે પરિસ્થિતિઓમાં થઈ શકે છે, પ્રથમ પુતિનનું પ્રત્યાર્પણ થવું જોઈએ એટલે કે રશિયાની બહાર અન્ય કોઈ દેશમાંથી સોંપવામાં આવે અથવા ધરપકડ કરવામાં આવે. આ કેસના ICCના વકીલ કરીમનું કહેવું છે કે, ICC કોર્ટ પોતાના સભ્ય દેશો પર પુતિનની ધરપકડ કરવા દબાણ કરી શકે છે. આ રીતે પુતિનના વિદેશ પ્રવાસ પર તેની અસર પડી શકે છે.

Leave a Comment

Share this post