ICCએ વર્લ્ડ કપ 2023 માટે મેસ્કટ  (Mascot )ની જોડી લોન્ચ કરી

ICCએ વર્લ્ડ કપ 2023 માટે મેસ્કટ (Mascot )ની જોડી લોન્ચ કરી

  • ICCએ વન-ડે વર્લ્ડકપનું ઓફિશિયલ મેસ્કટ લોન્ચ કરી દીધું છે. આ મેસ્કટ મહિલા બોલર અને પુરુષ બેટરની થીમ પર બનાવાયું છે. પુરુષ મેસ્કટના હાથમાં બેટ અને મહિલા મેસ્કટના હાથમાં બોલ દેખાય છે.
  • ICCના મેસ્કટ લોન્ચ ઈવેન્ટમાં ભારતની અંડર 19 વિમેન્સ ટીમની સુકાની શેફાલી વર્મા અને અંડર-19 પુરુષ ટીમના સુકાની યશ ધુલ પણ હાજર રહ્યો હતો. આ ઈવેન્ટનું દિલ્હી NCRના ગુરુગ્રામમાં આયોજન થયું હતું.
  • વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ગત વર્લ્ડકપની ફાઈનાલિસ્ટ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.

ICC વર્લ્ડકપના મેસ્કટનું નામ મતદાનથી નકકી થશે

  • ICCએ બંને જ મેસ્કટ ના ઓફિશિયલ નામ પણ નક્કી નથી કર્યા. નામ નક્કી કરવા માટે ICCએ તેની વેબસાઇટ પર વોટિંગ લિંક આપી છે. અહીં દર્શકો તેમના પસંદગીના નામ પસંદ કરી શકે છે. જે નામને સૌથી વધુ વોટ મળશે તે જ નામને વર્લ્ડકપનું મેસ્કટ નું ઓફિશિયલ નામ મનાશે.
  • બેટર નામના 3 ઓપ્શન ટોંક, બ્લિટ્ઝ અને બેશ છે. જ્યારે બોલર નામના 3 ઓપ્શન બ્લેઝ, પાયરા અને વિક્સ છે.

Leave a Comment

Share this post