માર્ચ 2023 માટે ICC મેન્સ અને વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ્સ

માર્ચ 2023 માટે ICC મેન્સ અને વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ્સ

  • બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) અને રવાન્ડાની મહિલા ક્રિકેટર હેનરિયેટ ઇશિમવે(Henriette Ishimwe)એ માર્ચ 2023 માટે ICC મેન્સ અને વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો હતો. શાકિબ અલ હસન બે વખત આ એવોર્ડ જીતનાર બાંગ્લાદેશનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે જુલાઈ 2021માં તેનો પહેલો પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીત્યો હતો.
  • ઇશિમવે જે દક્ષિણ આફ્રિકામાં ICC U-19 વર્લ્ડ કપમાં રવાન્ડાની ટીમનો ભાગ હતી, તેણે ચાર બોલમાં ચાર વિકેટ લઈને ઝિમ્બાબ્વે સામે તેની ટીમની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ જીતનારી એસોસિયેટ મેમ્બરમાંથી તે માત્ર બીજી મહિલા ખેલાડી બની છે.

Leave a Comment

Share this post