G-20 ના વિજ્ઞાન કાર્યકારી જૂથ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ – બેંગલુરૂ ખાતે સચિવાલયની સ્થાપના

G-20 ના વિજ્ઞાન કાર્યકારી જૂથ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ – બેંગલુરૂ ખાતે સચિવાલયની સ્થાપના

  • કર્ણાટકના બેંગલુરૂ ખાતે આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે આગામી સમયમાં G-20 ના વિજ્ઞાન કાર્યકારી જૂથ(Science Working Group) ના સચિવાલયની સ્થાપના કરવામાં આવશે.
  • આ વિજ્ઞાન કાર્યકારી જૂથ વર્ષ 2023માં ગરીબી જેવા સામાન્ય વૈશ્વિક સ્તરના પડકારોને ઉકેલવા માટે કાર્ય કરશે.

વિજ્ઞાન કાર્યકારી જૂથ

  • વિજ્ઞાન કાર્યકારી જૂથ ગરીબી જેવા વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે અને G-20 સભ્ય દેશોના વિકાસના પ્રયાસોને એકીકૃત કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવશે.
  • વિજ્ઞાન કાર્યકારી જૂથ પ્રગતિ માટે નવો માર્ગ વિક્સાવવાના ભારતના પ્રયાસોનું પ્રતિનિધિત્વ કરે છે.
  • વિજ્ઞાન કાર્યકારી જૂથ – 2023ની થીમ ‘નવીન અને ટકાઉ વિકાસ માટે વિચ્છેદક વિજ્ઞાન’(Disruptive Science for Innovative and Sustainable Development) છે.
  • જવાબદાર તકનીકોના વિકાસને સમર્થન આપે, ઇન્ટરનેટ પ્રોટોકોલ શેરિંગ અને તકનીકી ટ્રાન્સફરને પ્રોત્સાહિત કરે તેમજ સ્ટાર્ટઅપ મેન્ટરશિપ પ્રોગ્રામ્સ અને ભંડોળ પૂરું પાડે તેવા ફ્રેમવર્ક બનાવવા પર આ વિજ્ઞાન કાર્યકારી જૂથ ધ્યાન કેન્દ્રીત કરશે.

Leave a Comment

Share this post