IIT – રૂરકી અને AIIMS – દિલ્હી દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે ‘સ્વસ્થ ગર્ભ’ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

IIT – રૂરકી અને AIIMS – દિલ્હી દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે ‘સ્વસ્થ ગર્ભ’ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી – રૂરકી(ઉત્તરાખંડ)ના સંશોધકો દ્વારા, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ- દિલ્હીના સહયોગથી તાજેતરમાં સગર્ભા સ્ત્રીઓને પ્રસૂતિ પહેલાની સંભાળ અને વાસ્તવિક સમયની તબીબી સહાય પૂરી પાડવા માટે ‘સ્વસ્થ ગર્ભ’ નામની મોબાઇલ એપ્લિકેશન વિક્સાવવામાં આવી હતી.
  • સ્વસ્થગર્ભ મોબાઇલ એપ્લિકેશન એ ભારતની પ્રથમ ગર્ભાવસ્થા એપ્લિકેશન છે જે ડૉક્ટરની સલાહની તાત્કાલિક એક્સેસ પ્રદાન કરે છે અને તબીબી રીતે સમર્થીત અને વિશ્વસનીય છે. ઉપરાંત આ એપ્લિકેશન ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ કે જેઓની ડૉક્ટરો સુધી સરળતાથી પહોંચ નથી તેમના માટે આ એક મહત્ત્વપૂર્ણ સાધન છે.
  • આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ ભારતના દરેક ઘર સુધી પહોંચી અમૂલ્ય માતૃ ગર્ભના જીવનને બચાવી શકાય તે છે.

સ્વસ્થગર્ભ મોબાઇલ એપ્લિકેશન સંબંધિત મહત્ત્વની બાબતો

  • આ એપ્લિકેશન સરળતાથી ઉપલબ્ધ હોવાથી દર્દીઓ અને ડૉક્ટરો એમ બંને એપની વિશેષતાઓ દ્વારા માર્ગદર્શન મેળવી શકે છે.
  • સ્વસ્થગર્ભ એપ્લિકેશન તમામ સગર્ભા સ્ત્રીઓને વાસ્તવિક સમયની તબીબી સહાય પૂરી પાડશે તેમજ માતાના ગર્ભ સ્વાસ્થ્યમાં સુધારો કરશે.
  • આ એપ્લિકેશન રાષ્ટ્રીય સ્તરે ગર્ભાવસ્થાના પરિણામોને સુધારવા માટે દર્દી અને ડૉક્ટર વચ્ચેના સંચારને સક્ષમ બનાવે છે.

Leave a Comment

Share this post