બંદરો, જળમાર્ગો અને દરિયાકાંઠા માટે નેશનલ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન

બંદરો, જળમાર્ગો અને દરિયાકાંઠા માટે નેશનલ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન

  • બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે IIT, મદ્રાસના ડિસ્કવરી કેમ્પસ ખાતે નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સ (NTCPWC)નું ઉદ્ઘાટન કર્યું હતું. NTCPWC ની સ્થાપના એ સાગરમાલા કાર્યક્રમ હેઠળ ₹77 કરોડના ખર્ચે કરવામાં આવી હતી. આ રોલ મોડલ કેન્દ્ર , સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક સમર્થન, શિક્ષણ, સંશોધન અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા દરિયાઈ ક્ષેત્રમાં પડકારોનો ઉકેલ પૂરો પાડશે. સંસ્થા પાસે 2D અને 3D તપાસ હાથ ધરવા માટે વિશ્વ કક્ષાની ક્ષમતાઓ છે.
  • ચાર એકરમાં ફેલાયેલા NTCPWC – IIT, મદ્રાસ ડિસ્કવરી કેમ્પસમાં લગભગ પાંચ સ્ટેટ ઓફ ધ આર્ટ લેબ છે. આ પૈકી સેડિમેન્ટ મેનેજમેન્ટ એન્ડ ટેસ્ટ બેસિન (SeMaTeB) નોંધપાત્ર છે , જે બંદરો અને જળમાર્ગો માટે એક વિશાળ છીછરા પાણીની સુવિધા છે અને દરિયાઈ માહિતી અને સંચાર પ્રયોગશાળા છે, જ્યાં iVTMS અને ઈ-નેવિગેશન ઉત્પાદનો વિકસાવવામાં આવે છે.

Leave a Comment

Share this post