ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(I-CRR)

ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(I-CRR)

  • રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાએ મોનેટરી પોલિસીની જાહેરાતની સાથે સાથે બેંકોને 12 ઓગસ્ટથી 10 ટકા ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(ICRR) જાળવવા માટે જણાવ્યું છે. બેંક રેગ્યુલેટરે રૂ. 2,000ની ચલણી નોટોને પરત ખેંચ્યા પછી બેન્કિંગ સિસ્ટમમાં જોવા મળી રહેલી અધિક લિક્વિડિટીને શોષવા માટે આ નિર્ણય લીધો છે.
  • RBIએ 19 મેના રોજ રૂ. 2,000ની નોટને પરત ખેંચી હતી. ત્યારબાદ બેંક્સ પાસે મોટા પ્રમાણમાં ડિપોઝિટ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે 1 ઓગસ્ટના જણાવ્યા મુજબ 31 જુલાઈ સુધીમાં 88 ટકા જેટલી રૂ. 2,000ની નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત કરવામાં આવી હતી. જેની પાછળ માર્કેટમાં ટૂંકાગાળામાં લિક્વિડિટીમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી.
  • RBIએ લીધેલું ICRR સંબંધી પગલું એક હંગામી ધોરણ માટે લેવામાં આવ્યું છે. જેનું કારણ બેન્કિંગ સિસ્ટમમાં ડિપોઝિટ્સમાં ઝડપી વૃદ્ધિમાંથી કેટલીક લિક્વિડિટીને શોષવાનું છે. બેન્કોએ 19 મેથી લઇને 28 જુલાઇની વચ્ચે વધેલી ડિપોઝિટના 10% ઇન્ક્રીમેન્ટલ CRR મેન્ટેન કરવું પડશે.10 ટકા ICRR માં વર્તમાન 4.5 ટકા CRRની જોગવાઈ કરવામાં આવી છે.
  • અગાઉ નવેમ્બર 2016માં રિઝર્વ બેંકે શેડયૂલ્ડ બેંક્સના નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયેબિલિટી(NDTL)માં વૃદ્ધિ પર 100 ટકા ICRRની જાહેરાત કરી હતી. તે વખતે બેંક તરફથી રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટ્સને પરત ખેંચવાના કારણે સિસ્ટમમાં લિક્વિડિટીની વૃદ્ધિને ધ્યાનમાં રાખી આમ કરવામાં આવ્યું હતું.

છ સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિની બેઠકનું પરિણામ

  • RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની સંપન્ન થયેલી મીટિંગમાં રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય સર્વસંમતિથી કર્યો હતો.રિઝર્વ બેન્કે ચાલુ વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી વધારીને 5.4 ટકા કરી દીધો છે. તેણે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથનો અંદાજ 6.5 ટકા યથાવત્ રાખ્યો છે.

Leave a Comment

TOPICS : ,

Share this post