ફિફા રેન્કિંગમાં 5 સ્થાન સુધારા સાથે ભારત 101માં સ્થાન પર

ફિફા રેન્કિંગમાં 5 સ્થાન સુધારા સાથે ભારત 101માં સ્થાન પર

  • તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ફિફા રેન્કિંગ 2023માં વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાએ છ વર્ષમાં પ્રથમ વખત ફિફા વર્લ્ડ રેન્કિંગમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમે પાંચ સ્થાન આગળ વધીને તાજેતરની FIFA રેન્કિંગમાં 101મું સ્થાન મેળવ્યું છે. ફ્રાન્સની ટીમ રેન્કિંગમાં બીજા નંબર પર છે તથા 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ ત્રીજા નંબર પર છે. આ પછી ટોપ 10માં બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ક્રોએશિયા, ઈટાલી,પોર્ટુગલ અને સ્પેન આવે છે. એશિયન દેશોમાં જાપાન ટોચ પર છે.
  • ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ FIFA રેન્કિંગ 94મું હતું, જે 1996માં હાંસલ થયું હતું. તાજેતરના વર્ષોમાં દેશ ભાગ્યે જ ટોચના 100 દેશોથી આગળ રેન્ક મેળવી શક્યો છે. ભારતીય પુરૂષ ટીમ કતારમાં યોજનારી  AFC એશિયન કપ 2024ની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે.

FIFA (ફેડરેશન ઇન્ટરનેશનલ દી ફુટબોલ એસોસિએશન)

  • સ્થાપના : 21 મે, 1904  ( સ્થાપના પેરિસ, ફ્રાંસમાં સાત સ્થાપક સભ્યો – બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે કરવામાં આવી હતી)
  • મુખ્યમથક : ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
  • પ્રમુખ : જીઆની ઇન્ફેન્ટિનો
  • સભ્યો : 211

Leave a Comment

TOPICS : ,

Share this post