સૌથી વધુ AI રોકાણ ધરાવતા દેશોમાં ભારત 5માં ક્રમે છે

સૌથી વધુ AI રોકાણ ધરાવતા દેશોમાં ભારત 5માં ક્રમે છે

  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વાર્ષિક AI ઈન્ડેક્સ રિપોર્ટ 2023 અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત પ્રોડક્ટ્સ ઓફર કરતા સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રાપ્ત રોકાણના સંદર્ભમાં ભારત પાંચમા ક્રમે છે. ભારતમાં AI સ્ટાર્ટઅપ્સે દક્ષિણ કોરિયા, જર્મની, કેનેડા જેવા દેશોને પાછળ છોડીને કુલ $24 બિલિયનનું રોકાણ મેળવ્યું છે. યાદીમાં અમેરિકા, ચીન, યુકે અને ઈઝરાયેલ એ ભારત કરતાં આગળ છે.
  • રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં AI સ્ટાર્ટઅપ્સને 2013-2022 દરમિયાન $73 બિલિયનનું કુલ ભંડોળ પ્રાપ્ત થયું છે, જે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ AI રોકાણો સાથે છઠ્ઠો અગ્રણી દેશ બન્યો છે. આમાંથી લગભગ 40% રોકાણ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post