ભારતે નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ પ્રાઇમ’નું સફળ પરીક્ષણ કર્યું

ભારતે નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ પ્રાઇમ’નું સફળ પરીક્ષણ કર્યું

 • નવી પેઢીની બેલિસ્ટિક મિસાઇલ ‘અગ્નિ પ્રાઇમ’નું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન, તમામ હેતુઓ સફળતાપૂર્વક પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
 • આ મિસાઇલના ત્રણ પરીક્ષણ બાદ રાત્રે પહેલું પ્રી-ઇન્ડકશન પરીક્ષણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું. આ મિસાઇલ બધા જ લક્ષ્યાંક પાર પાડવામાં સફળ નિવડી છે. વિકાસના તબક્કામાં ‘અગ્નિ પ્રાઇમ’ના ત્રણ સફળ પરીક્ષણો પછી, સશસ્ત્ર દળોમાં સામેલ થતાં પહેલાં તે મિસાઇલનું પ્રથમ રાત્રિ પરીક્ષણ હતું, જેણે તેની ચોકસાઈ અને વિશ્વસનીયતાની મહોર મારી હતી. DRDOના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે 1000 થી 2000 કિલોમીટર (કિમી)ની સ્ટ્રાઈક રેન્જ સાથે મિસાઈલનું પ્રથમ ‘પ્રી-ઇન્ડક્શન’ (સશસ્ત્ર દળોમાં સામેલ થવા પહેલાં) નાઇટ ટેસ્ટનું આયોજન કર્યું હતું.

અગ્નિ પ્રાઇમ વિશે

 • અગ્નિ પ્રાઇમ મિસાઇલ ‘અગ્નિ સિરીઝ’ની ન્યૂ જનરેશન મિસાઇલનું આધુનિક વેરિયન્ટ છે. તે બે તબક્કાની કેનિસ્ટર આધારિત છે. તે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ વિકસિત અગ્નિ શ્રેણીની મિસાઇલોનું નવીનતમ અને છઠ્ઠું પ્રકાર છે.
 • સ્વતંત્ર રીતે લક્ષિત કરી શકાય તેવા મલ્ટીપલ રી-એન્ટ્રી વાહનો સાથે, મિસાઈલ 1000 – 2000 કિમીની રેન્જમાં વિવિધ સ્થળોએ બહુવિધ વોરહેડ્સ/શસ્ત્રો પહોંચાડવામાં સક્ષમ છે.
 • આ મિસાઈલ જમીન પરથી જમીન પર માર કરવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ પ્રાઇમ ડબલ સ્ટેજ અને સોલિડ ફ્યૂલ પર આધારિત મિસાઇલ છે. તે અદ્યતન રીંગ લેસર ગેરૌસ્કોપ પર આધારિત નેવિગેશન સિસ્ટમ દ્વારા માર્ગદર્શન આપે છે. તેની માર્ગદર્શિત સિસ્ટમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રો મિકેનિકલ એક્ટ્યુએટરથી સજ્જ છે.
 • ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેંટ પ્રોગ્રામ (IGMDP)ની સ્થાપનાનો વિચાર પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો હતો. તે વર્ષ 1983 માં શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચ 2012 માં પૂર્ણ થયું હતું.

આ પ્રોગ્રામ હેઠળ વિકસિત 5 મિસાઇલો

 • પૃથ્વી : ટૂંકા અંતરની સપાટીથી સપાટી પરની બેલેસ્ટિક મિસાઈલ
 • અગ્નિ : સપાટીથી સપાટી પરની મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ એટલે કે અગ્નિ (1,2,3,4,5)
 • ત્રિશુલ : ટૂંકી અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરવાની મિસાઈલ
 • નાગ : થર્ડ જનરેશન એન્ટી ટેન્ક મિસાઈલ
 • આકાશ : મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ
 • (અગ્નિ I: 700-800 કિમીની રેન્જ, અગ્નિ II: રેન્જ 2000 કિમીથી વધુ, અગ્નિ III: 2,500 કિમીથી વધુની રેન્જ, અગ્નિ IV: રેન્જ 3,500 કિમીથી વધુ છે અને તે રોડ-મોબાઈલ લોન્ચરથી ફાયર કરી શકે છે)
 • અગ્નિ-V: અગ્નિ શ્રેણીની સૌથી લાંબી, 5,000 કિમીથી વધુની રેન્જ સાથેની ઇન્ટર-કોંટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM).
 • અગ્નિ-પી (પ્રાઈમ): તે 1,000 થી 2,000 કિમી વચ્ચેની રેન્જની ક્ષમતા ધરાવતી કેનિસ્ટરવાળી મિસાઈલ છે. તે અગ્નિ I મિસાઈલનું સ્થાન લેશે.

Leave a Comment

Share this post