ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ : ક્રેગ ફુલ્ટન

ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ : ક્રેગ ફુલ્ટન

  • ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમના આસિસ્ટન્ટ કોચ રહી ચૂકેલા દક્ષિણ આફ્રિકા ના ક્રેગ ફુલ્ટનને ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,
  • જાન્યુઆરીમાં ભુવનેશ્વર અને રાઉરકેલામાં યોજાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પણ ન પહોંચી શકી તે પછી તત્કાલીન કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપી દીધું હતું. જ્યારે રીડ કોચ હતા ત્યારે ભારતે 41 વર્ષ બાદ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • ક્રેગ ફુલ્ટન પાસે 25 વર્ષથી વધુ કોચિંગનો અનુભવ છે. તે આયર્લેન્ડ ટીમનો કોચ હતા. તેમના કોચિંગ હેઠળ આઇરિશ પુરુષોની ટીમ 2016 ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થઈ હતી.100 વર્ષમાં પ્રથમ વખત આઇરિશ ટીમ ઓલિમ્પિકમાં જોવા મળી હતી. તેમને 2015માં FIH કોચ ઓફ ધ યર પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે તત્કાલીન ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમ સાથે સહાયક કોચ તરીકે કામ કર્યું. ત્યારબાદ બેલ્જિયમની ટીમે ટોક્યોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તે ભુવનેશ્વરમાં 2018 વર્લ્ડ કપ જીતનાર બેલ્જિયમ ટીમના કોચિંગ સ્ટાફનો પણ ભાગ હતા. બેલ્જિયન લીગ જીતનાર બેલ્જિયન ક્લબને કોચિંગ આપ્યા બાદ તેમને 2023માં બેલ્જિયમનો શ્રેષ્ઠ કોચ જાહેર કરવામાં આવ્યા હતા.

હોકી ઈન્ડિયા

  • તે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ભારતમાં હોકીને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર એકમાત્ર સંસ્થા તરીકે ઓળખાય છે .
  • IOA દ્વારા 2008માં ભારતીય હોકી ફેડરેશનને બરતરફ કર્યા પછી તેની રચના કરવામાં આવી હતી
  • નવી દિલ્હીમાં મુખ્યમથક ધરાવતા, હોકી ઈન્ડિયાની સ્થાપના 20 મે 2009ના રોજ કરવામાં આવી હતી
  • અધ્યક્ષ : દિલીપ તિર્કી

Leave a Comment

Share this post