ભારતીય મ્યુઝિક કમ્પોઝર રિકી ક્રેઝએ ત્રીજી વખત જીત્યો ગ્રેમી એવોર્ડ જીત્યો

ભારતીય મ્યુઝિક કમ્પોઝર રિકી ક્રેઝએ ત્રીજી વખત જીત્યો ગ્રેમી એવોર્ડ જીત્યો

  • ભારતીય મ્યૂઝિક કમ્પોઝર રિકી કેજે 65મા ગ્રેમી એવોર્ડ્સમાં તેમના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે રોક લિજેન્ડ સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે બેસ્ટ ઇમર્સિવ આલ્બમનો જીત્યો છે.
  • અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં આયોજિત 65મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે.
  • ડિવાઈન ટાઈડ આલ્બમ વસુધૈવ કુટુમ્બકમ માટે સમર્પિત છે.
  • જાણીતા મ્યૂઝિક કમ્પોઝર રિકી કેજે વર્ષ 2015માં તેના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સંસાર’ માટે પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો. વર્ષ 2015 માં આ સન્માન મેળવ્યા પછી રિકીને ફરી એકવાર વર્ષ 2022માં ‘ડિવાઇન ટાઇડ્સ’ આલ્બમ માટે ‘બેસ્ટ ન્યૂ એજ આલ્બમ’ની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.

ગ્રેમી એવોર્ડ

  • સંગીત ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત અને નોંધપાત્ર પુરસ્કાર છે.
  • યુનાઇટેડ સ્ટેટ્સની રેકોર્ડિંગ એકેડેમી દ્વારા અપવામાં આવે છે. તેને મૂળ ગ્રામોફોન એવોર્ડ્સ કહેવામાં આવતું હતું,કારણ કે ટ્રોફીમાં સોનેરી ગ્રામોફોન દર્શાવવામાં આવ્યું હતું.
  • પ્રથમ પુરસ્કાર :  4 મે,1959 (ગ્રામોફોન એવોર્ડ)
  • 65મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ : 5 ફેબ્રુઆરી,2023 (સ્થળ : લોસ એન્જલસ,કેલિફોર્નિયા)

Leave a Comment

Share this post