ભારતીય નૌકા જહાજ(INS) સુમેધા અબુ ધાબી પહોંચ્યું

ભારતીય નૌકા જહાજ(INS) સુમેધા અબુ ધાબી પહોંચ્યું

  • ભારતીય નૌકા જહાજ સુમેધા નૌકા સંરક્ષણ પ્રદર્શન – NAVDEX 23 અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રદર્શન – IDEX 23 માં ભાગ લેવા માટે અબુધાબી, સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યું હતું.
  • INS સુમેધા એ સ્વદેશી રીતે નિર્મિત સરયુ ક્લાસ નેવલ ઑફશોર પેટ્રોલ વેસેલ્સ (NOPV)નું ત્રીજું જહાજ છે જેને વર્ષ 2014માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જહાજ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. પ્રથમ INS સુમેધા ગોવામાં બનાવવામાં આવ્યું હતું અને તેને વર્ષ 2011માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

NAVDEX 23 અને IDEX 23 વિશે

  • IDEX અને NAVDEX અને ઇન્ટરનેશનલ ડિફેન્સ કોન્ફરન્સનું આયોજન અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન કંપની (ADNEC) દ્વારા સંરક્ષણ મંત્રાલય અને UAE સશસ્ત્ર દળોના સહયોગથી કરવામાં આવે છે.
  • IDEX/NAVDEX દ્વિવાર્ષિક રૂપે થાય છે. IDEX એ MENA (મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્ર) ક્ષેત્રમાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રદર્શન અને પરિષદ છે જેમાં , કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, ટ્યુનિશિયા, સંયુક્ત આરબ અમીરાત,યમન, અલ્જેરિયા, બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઇઝરાયેલ, જોર્ડન, કુવૈત, લેબનોન, લિબિયા, મોરોક્કો, ઓમાન અને પેલેસ્ટાઇન જેવા દેશોનો સમાવેશ થાય છે.

Leave a Comment

Share this post