ઇન્ડિયન ઓપિનિયન’ અખબારના 120 વર્ષ

ઇન્ડિયન ઓપિનિયન’ અખબારના 120 વર્ષ

  • દક્ષિણ આફ્રિકામાં યુવા વકીલ તરીકે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઇન્ડિયન ઓપિનિયન’ અખબારની 120મી વર્ષગાંઠ નિમિત્તે 4 જૂને ફોનિક્સ સેટલમેન્ટ ખાતે એક પ્રદર્શની રાખવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ માટે જનસંચાર મધ્યમ તરીકે પ્રકાશન શરૂ કર્યું હતું, જે તેમણે તે સમયે સરકારના દમનકારી કાયદા સામે લડવામાં મદદ કરી હતી.
  • ગાંધીજીના ભારત પરત ફર્યા પછી, ‘ભારતીય અભિપ્રાય’ નામે તેમના પુત્ર મણિલાલ અને તેમની પત્ની સુશીલા દ્વારા 1962માં તેની અંતિમ આવૃત્તિ સુધી પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું. ઇન્ડિયન ઓપિનિયનએ મહાત્મા ગાંધીજી દ્વારા પોતાના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ચલાવેલું સાપ્તાહિક પત્ર હતું.
  • ગાંધીજીના પ્રોત્સાહનથી મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતીએ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના મુખપત્ર તરીકે ૧૯૦૩ના જૂન માસમાં આ પત્ર શરૂ કર્યુ હતું. ગાંધીજીએ 1914માં દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી પણ તે ચાલુ રહ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠમાં સંગૃહીત તેના અંકોની માઇક્રોફિલ્મ ફાઇલોમાં છેલ્લો અંક 4થી ઑગસ્ટ, 1961નો છે
  • મદનજિત પહેલાં મુંબઈમાં શિક્ષક હતા અને દક્ષિણ આફ્રિકા જઈ તેમણે 1898માં ‘ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસ’ શરૂ કર્યું હતું.
  • ‘ઇન્ડિયન ઓપિનિયન’ તે પ્રેસમાં છપાતું. તેના મુદ્રક અને પ્રકાશક તરીકે મદનજિતનું નામ મુકાતું.
  • જૂન, 1904માં ગાંધીજીએ મદનજિત પાસેથી પ્રેસ ખરીદી લીધું અને તે વર્ષના ઑક્ટોબર માસમાં મદનજિત દક્ષિણ આફ્રિકાથી વિદાય થતાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ની બધી જવાબદારી ગાંધીજીએ પોતાને માથે લઈ લીધી પણ મુદ્રક અને પ્રકાશક તરીકે મદનજિતનું નામ છપાતું તે 1907ના ફેબ્રુઆરીની બીજી તારીખના અંક સુધી ચાલુ રહ્યું.
  • 1904ના ડિસેમ્બર માસમાં ગાંધીજીએ ડર્બનની ઉત્તરે ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો ત્યારે ‘ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસ’ ત્યાં ખસેડ્યું અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ ત્યાંથી છાપવાનું શરૂ થયું.
  • સાપ્તાહિકનાં મુખ્ય અંગ્રેજી લખાણો ગાંધીજી જોહાનિસબર્ગથી લખી મોકલતા અને તેનું તંત્રીપદ ડર્બનમાં રહેતા મનસુખલાલ હીરાલાલ નાઝર નામના ગુજરાતી વકીલ સંભાળતા.

Leave a Comment

Share this post