ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેન્કના 14મા અધ્યક્ષ

ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેન્કના 14મા અધ્યક્ષ

 • ભારતીય મૂળના અજય બંગા (Ajay Banga)વિશ્વ બેન્કના આગામી 14માં અધ્યક્ષ બન્યા છે. હાલમાં જ મે મહિનામાં યોજાયેલ વિશ્વ બેન્કના 25 સભ્યોના કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે. તેમનો કાર્યકાળ 2 જૂન 2023થી શરૂ થશે. વિશ્વ બેન્કને હેડ કરનાર બંગા પ્રથમ ભારતીય-અમેરિકી અને અમેરિકી-શીખ સમુદાયમાંથી આવનાર વ્યક્તિ હશે. અજય બંગા વિશ્વ બેન્કના વર્તમાન અધ્યક્ષ ડેવિડ મલપાસની જગ્યા લેશે.
 • વિશ્વની ટોચની નાણાકીય સંસ્થાઓ – વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માંથી કોઈ એકના વડા તરીકે ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે. બીજા વિશ્વયુદ્ધના અંતે તેની શરૂઆત થઈ ત્યારથી વિશ્વ બેંકનું નેતૃત્વ એક અમેરિકન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું નેતૃત્વ એક યુરોપિયન દ્વારા કરવામાં આવ્યું છે.

 અજય બંગા

 • પૂણે જિલ્લાના ખડકી ખાતે જન્મેલા શીખ સંપ્રદાયના અજય બંગાનું આખું નામ અજયપાલ બંગા છે. તેઓ હાલ જનરલ એટલાન્ટિકમાં વાઈસ-ચેરમેન છે. એ પૂર્વે એમણે 11 વર્ષ સુધી માસ્ટરકાર્ડમાં પ્રેસિડેન્ટ અને CEOનું પદ સંભાળ્યું હતું. એમણે પોતાની કારકિર્દી નેસ્લે કંપનીથી શરૂ કરી હતી. એમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને IIM અમદાવાદમાંથી MBAનો અભ્યાસ પૂરો કર્યો હતો. વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ 2016માં ભારત સરકારે એમને પદ્મશ્રી ખિતાબથી સમ્માનિત કર્યા હતા.

World Bank : વિશ્વ બેંકવિશ્વ બેંક સમૂહ

 • સ્થાપના : જુલાઈ 1944(બ્રેટન વુડ્સ સંમેલન દ્ધારા)
 • મુખ્યમથક: વૉશિંગ્ટન, ડી.સી., યુ.એસ.
 • સભ્ય દેશો :189
 • અધ્યક્ષ : ડેવિડ માલપાસ (જૂનથી રાજીનામું )
 • વિશ્વ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર : અંશુલા કાન્ત
 • વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી: ઈન્દરમીત ગિલ
 • વિશ્વ બેંક સમૂહ પાંચ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સમૂહ છે
 • વિશ્વ બેંકે સત્તાવાર રીતે જૂન 1946માં કામગીરી શરૂ કરી હતી.

1 thought on “ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેન્કના 14મા અધ્યક્ષ”

Leave a Comment

Share this post