ભારતીય મૂળના નીલ મોહન બન્યા YouTubeના નવા CEO

ભારતીય મૂળના નીલ મોહન બન્યા YouTubeના નવા CEO

 • ભારતીય વંશના ઈન્ડિયન-અમેરિકન નાગરિક નીલ મોહન હવે યૂટ્યૂબના નવા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર(સીઈઓ) બન્યા છે.નીલ મોહન સીઈઓ પદ ઉપરાંત વૈશ્વિક વીડિયો શેરિંગ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબના સીનિયર વાઈસ-પ્રેસિડન્ટનો હોદ્દો પણ સંભાળશે.
 • ભારતીય મૂળના નીલ મોહન ભૂતપૂર્વ CEO વોજસ્કીની જગ્યા લેશે. જેમને હાલમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તે વર્ષ 2014માં YouTubeની CEO બની હતી.
 • નીલ મોહન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. મોહનને વર્ષ 2015માં YouTubeના ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

YouTube

 • યૂટ્યૂબ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (સર્વિસ) છે અને ગૂગલની પેટા-કંપની છે.
 • સ્થાપના : ફેબ્રુઆરી 14, 2005
 • મુખ્યાલય : સાન બ્રુનો, કેલિફોર્નિયા ,યુનાઈટેડ સ્ટેટ્સ
 • સ્થાપક : સ્ટીવ ચેન , ચાડ હર્લી અને જાવેદ કરીમ
 • તે Google ની માલિકીની છે :  આલ્ફાબેટ Inc.
 • ઑક્ટોબર 2006માં, YouTube ને Google દ્વારા $1.65 બિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું

કેટલીક દિગ્ગજ કંપનીઓમાં ભારતીય મૂળના CEO

 • યૂ-ટ્યૂબની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇંકના સીઈઓ સુંદર પિચાઈ છે.
 • માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા છે.
 • એડોબની સીઈઓ શાંતનુ નારાયણ છે.
 • આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણા છે.
 • નોંધ : આ જ સૂચિમાં ઈન્દ્રા નૂયી 2018માં પદ છોડતા પહેલા 12 વર્ષ સુધી પેપ્સિકોના સીઈઓ તરીકે સેવા આપી હતી.

Leave a Comment

Share this post