NTPC દ્વારા PNGમાં ભારતના પ્રથમ ગ્રીનહાઇટ્રોજન બ્લેન્ડિંગ કાર્યની શરૂઆત

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા PNGમાં ભારતના પ્રથમ ગ્રીનહાઇટ્રોજન બ્લેન્ડિંગ કાર્યની શરૂઆત

  • ભારત સરકારની માલિકીના તેમજ સૌથી મોટા ઉર્જા સમૂહ એવા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC) લિમિટેડ દ્વારા તાજેતરમાં ગુજરાતના સુરત ખાતે આવેલા પાઇપ નેચરલ ગેસ(PNG) નેટવર્કમાં ભારતના પ્રથમ ગ્રીન હાઈડ્રોજન બ્લેંડિંગ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.
  • આ ગ્રીન હાઈડ્રોજન બ્લેડિંગ પ્રોજેકટ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ગેસ લિમિટેડ વચ્ચે રસોઈ ક્ષેત્રને ડિકાર્બોનાઇઝડ(કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનને ઘટાડવાની પ્રક્રિયા)  કરવા માટેનો એક સહયોગી પ્રયાસ છે.
  • અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 30 જુલાઇ 2022 ના રોજ આ પ્રોજેક્ટનો શિલાયન્સ કરવામાં આવ્યો હતો.
  • 1 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થયેલ વીજળીનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા  આ પ્રોજેકટ માટે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે.
  • પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા પાઇપ્ડ નેચરલ ગેસ સાથે ગ્રીન હાઈડ્રોજનના 5% વોલ્યુમના મિશ્રણને મિશ્રણને મંજૂરી આપવામાં આવી છે તેમજ ધીમે ધીમે આ મિશ્રણ સ્તર તબક્કાવાર રીતે 20 ટકા સુધી વધારવામાં આવશે.
  • પ્રથમ ગ્રીન હાઈડ્રોજન બ્લેંડિંગની સિદ્ધિ સાથે ભારત હવે ઓસ્ટ્રેલિયા, જર્મની અને યુ.કે. જેવી ગ્રીન હાઈડ્રોજન અર્થવ્યવસ્થાની હરોળમાં સમાવિષ્ટ થયું છે.
  • પરિણામે, ભારત આગામી સમયમાં ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન રસાયણોની નિકાસ કરી હાઇડ્રોકાર્બનની આયાત પર તેની નિર્ભરતા ઘટાડશે તેમજ વિદેશી હૂંડિયામાં પણ પ્રાપ્ત કરશે.

Leave a Comment

Share this post