ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ

ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ

  • NTPC લિમિટેડ અને ગુજરાત ગેસ લિમિટેડ (GGL) એ સુરતના NTPC કાવાસ ટાઉનશિપના પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) નેટવર્કમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
  • આ પ્રોજેક્ટનો હેતુ કાવાસ ટાઉનશીપમાં ઘરોને H2-NG (કુદરતી ગેસ) પૂરો પાડવાનો છે, જેને 1 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટમાંથી  ઊર્જાનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા શક્ય બનાવાયું છે.
  • સુરતમાં ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) ની મંજૂરીથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આ નિયમનકારી સંસ્થાએ 5% vol./vol. બ્લેન્ડિંગ માટે પરવાનગી આપી છે જેને ધીમે ધીમે વધારીને 20% સુધી પહોંચાડવામાં આવશે.

ગ્રીન હાઇડ્રોજન શું છે?

  • ગ્રીનહાઈડ્રોજનનું ઉત્પાદન પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા થાય છે, જેમાં સૌર અથવા પવન ઊર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ થાય છે.
  • આ પ્રક્રિયા પાણીના અણુઓને હાઈડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે, જેમાં હાઈડ્રોજનને ઈંધણ તરીકે વાપરવા માટે લેવામાં આવે છે અને સંગ્રહિત કરવામાં આવે છે.ઓક્સિજન વાતાવરણમાં છોડવામાં આવે છે.
  • ગ્રીનહાઈડ્રોજનનો મુખ્ય ફાયદો એ છે કે તે સ્વચ્છ, નવીનીકરણીય બળતણ છે જેનો ઉપયોગ પરિવહન અને વીજળી ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રે થઈ શકે છે. તે CO2 ઉત્સર્જન ઘટાડે છે.
  • ઊર્જા ક્ષેત્રમાં ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ નવી નોકરીની તકો ઊભી કરવાની અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાની ક્ષમતા ધરાવે છે.

3 thoughts on “ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ”

Leave a Comment

Share this post