ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવા :  ‘RAPIDX’

ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવા :  ‘RAPIDX’

  • હાલમાં જ નેશનલ કેપિટલ રિજનલ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન (NCRTC) એ જાહેરાત કરી હતી કે દિલ્હી અને મેરઠ વચ્ચેની સેમી-હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવાને RAPIDX નામ આપવામાં આવ્યું છે.
  • આ સેમી-હાઈ સ્પીડ રેલ કોરિડોર છે, જે દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠને જોડશે. આ સેવાઓ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) કોરિડોર પર ચાલશે, જે નેશનલ કેપિટલ રિજન (NCR) માં મુખ્ય શહેરી વિસ્તારને એકબીજા સાથે જોડવા માટે બનાવવામાં આવી રહી છે.
  • આ દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો રૂટ લગભગ 82 કિલોમીટર લાંબો છે. રેપિડ રેલ ટ્રાયલ વર્ષ 2022માં ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી. દિલ્હી-મેરઠ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એ 82.15 કિમી (51.05 માઇલ) લાંબો અર્ધ-હાઇ સ્પીડ રેલ કોરિડોર છે.
  • આ ટ્રેનની મહત્તમ સ્પીડની વાત કરીએ તો તે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. 180 કિમી/કલાકની ડિઝાઇન સ્પીડ 160 કિમી/કલાકની ઑપરેશનલ સ્પીડ અને 100 કિમી/કલાકની સરેરાશ ઝડપ સાથે આ RRTS ટ્રેનો ભારતમાં અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેનો હશે.
  • RRTS આ પ્રકારની પ્રથમ સિસ્ટમ છે, જેમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથેની ટ્રેનો દર 5-10 મિનિટે ઉપલબ્ધ થશે, જે દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર 55 મિનિટમાં કાપશે.

Leave a Comment

Share this post