ભારતનું પ્રથમ UPI ATM લૉન્ચ કરવામાં આવ્યું

ભારતનું પ્રથમ UPI ATM લૉન્ચ કરવામાં આવ્યું

  • હિટાચી લિમિટેડની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસ દ્વારા ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું છે. આ સુવિધાની મદદથી હવે ડેબિટ કે ATM કાર્ડ વગર તમે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો.
  • તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સહયોગથી UPI ATMના વ્હાઇટ લેબલ ATM (WLA) તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ATM વપરાશકર્તાઓને બહુવિધ એકાઉન્ટ્સમાંથી UPI એપ્લિકેશન દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે. તે નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.
  • UPI ATM એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર બનેલ છે. અત્યારે હિટાચી પેમેન્ટ સર્વિસિસ એકમાત્ર WLA(white labelled ATM) ઓપરેટર છે, જે રોકડ ડિપોઝિટ પણ ઓફર કરે છે અને 3000 થી વધુ ATM સ્થાનોના નેટવર્કની ઍક્સેસ ધરાવે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post