ભારતની પ્રથમ મહિલા કબડ્ડી લીગ (WKL)

ભારતની પ્રથમ મહિલા કબડ્ડી લીગ (WKL)

  • 16 જૂનના રોજ દુબઈમાં ભારતની પ્રથમ મહિલા કબડ્ડી લીગ (WKL)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 16 જૂનથી 27 જૂન સુધી, દુબઈમાં શબાબ અલ અહલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે 12 દીવસ સુધી આ લીગ ચાલશે. સમગ્ર ભારતમાંથી મહિલા કબડ્ડી ખેલાડીઓને તેમના કૌશલ્ય અને પરાક્રમનું પ્રદર્શન કરવાની તક આપવામાં આવી, એવી ઐતિહાસિક ઘટના પ્રથમ વખત બની રહી છે.
  • લીગનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્ત આરબ અમીરાત (UAE)માં કબડ્ડીની પ્રાધાન્યતા વધારવા અને ભારતની મહિલા રમતવીરોને સશક્ત બનાવવાનો છે. લીગમાં આઠ ટીમોનો સમાવેશ થાય છે, જેમાં કુલ 96 ખેલાડીઓ છે, દરેક ભારતીય રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.આ ટીમો વિવિધ રાજ્યોના નામ ધરાવે છે, જેમાં દિલ્હી ડાયનામાઇટ, ગુજરાત એન્જલ્સ, ગ્રેટ મરાઠા, હરિયાણા હસ્ટલર્સ, પંજાબ પેન્થર્સ, રાજસ્થાન રાઇડર્સ, ઉમા કોલકાતા અને બેંગલુરુ હોક્સનો સમાવેશ થાય છે.

Leave a Comment

Share this post