ભારતની સૌથી મોટી કુદરતી કમાન(Natural Arch)

ભારતની સૌથી મોટી કુદરતી કમાન(Natural Arch)

  • જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની એક ટીમે તાજેતરમાં ઓડિશાના સુંદરગઢ જિલ્લાના કેંદુઆડીહી બ્લોકમાં કોલસાના સર્વેક્ષણ દરમિયાન ભારતની સૌથી મોટી કુદરતી કમાન શોધી કાઢી હતી. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ના રાજ્ય એકમે સુંદરગઢ વન વિભાગની કનિકા રેન્જમાં ‘નેચરલ આર્ક’ને જિયો હેરિટેજ સાઈટ જાહેર કરવાની દરખાસ્ત કરી છે. આમ કરવાથી તે જિયો હેરિટેજ ટેગ ધરાવતું દેશનું સૌથી મોટું પ્રાકૃતિક કમાન હશે.
  • સુંદરગઢ ખાતેની કમાન સિવાય, ભારત પાસે એક તિરુપતિમાં તિરુમાલા ટેકરીઓ પર અને બીજી આંદામાન અને નિકોબારમાં અન્ય બે કમાન છે. જો કે, તે બંને સુંદરગઢની સરખામણીમાં નાના છે. તે અંડાકાર આકારની કમાન છે અને તેના પાયામાં 30 મીટરની લંબાઇ છે અને તે 12 મીટર ઊંચી છે.
  • જિયોહેરિટેજ સાઇટ્સ દુર્લભ અને અનન્ય ભૂસ્તરશાસ્ત્રીય, ભૂ-મોર્ફોલોજિકલ, મિનરોલોજીકલ, પેટ્રોલોજિકલ અને પેલેઓન્ટોલોજીકલ મહત્વની જગ્યાઓ છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતની ગુફાઓ અને કુદરતી ખડકોના શિલ્પોનો સમાવેશ થાય છે.

કુદરતી કમાન(Natural Arch)

  • ગતિશીલ કુદરતી બળોના ઘસારાના કાર્યથી કમાન આકારે રચાયેલું ભેખડનું સ્વરૂપ કુદરતી કમાન (Natural Aech) ઓળખવામાં આવે છે. સમુદ્રમાં પ્રક્ષિપ્ત થતી ભેખડવાળા ભૂમિભાગો પર સમુદ્રનાં મોજાંના સતત મારાથી બંને બાજુઓમાં બખોલો પડે છે. કાળક્રમે આ બખોલો પહોળી અને ઊંડી બની ગુફાઓનું રૂપ ધારણ કરે છે.
  • બન્ને ગુફાઓ આખરે પરસ્પર ભળી જાય છે, જેથી મોજાંનું પાણી તેમાંથી આરપાર વહે છે. આમ ખડકનો આકાર કમાન જેવો બને છે. તેને ‘કુદરતી પુલ’ પણ કહે છે. ચૂનાના ખડકાળ પ્રદેશમાં ભૂમિગત જળના દ્રાવણની રાસાયણિક ક્રિયાથી ગુફાઓ રચાય છે. ક્યારેક આવી ગુફાનો છતનો કેટલોક ભાગ તૂટી પડે છે અને બાકીનો ભાગ કમાન જેવો ટકી રહે છે.
  • રણપ્રદેશોમાં પવનની થપાટોથી ખડકોમાં આરપાર છિદ્રો પડે છે. આ છિદ્રો પહોળાં થતાં ‘વા-બારાં’ બને છે. આ વા-બારાંમાંથી પસાર થતો રેતીવાળો પવન નીચેના ખડકાળ ભાગને કાચ-કાગળની માફક ઘસીને નીચો કરે છે, જેથી તેની ઉપર કમાન જેવો ભાગ ટકી રહેલો જોવા મળે છે. યુ.એસ.ના વર્જિનિયા પ્રાંતમાં આવી ‘કુદરતી કમાન’ રચાયેલી છે.

Leave a Comment

Share this post