ભારતના ઑનલાઇન ગેમિંગ સેક્ટર માટે MeitY નોડલ મંત્રાલય

તાજેતરમાં બહાર પડાયેલ સત્તાવાર ગેઝેટ અનુસાર, MeitY હવે ઓનલાઈન ગેમિંગનું નિયમન કરતું નોડલ મંત્રાલય છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (MeitY) ટૂંક સમયમાં ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ માટે નિયમો પ્રકાશિત કરશે અને નિયમો પર જાહેર પરામર્શ શરૂ કરશે.

  • જેથી કરીને ઓનલાઈન ગેમિંગ મારફતે થતી ગેરકાયદેસરની પ્રવૃતિઓને અટકાવી શકાય.

ઉદ્દેશ્ય

  • કેન્દ્રીય નિયમનકારી સત્તા તરીકે Ministry of Electronics and IT (MeitY) ની નિમણૂક રોકાણકારો, ઉદ્યોગો અને ગ્રાહકોને સ્પષ્ટતા અને નિશ્ચિતતા પ્રદાન કરશે. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ના કાર્યક્ષેત્ર હેઠળ લાવવી.
  • આ નિર્ણય એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિક્સ (AVGC) સેક્ટરના વિકાસ માટે મહત્વનો અને ભારતને ઑનલાઇન ગેમિંગ માટે વૈશ્વિક હબ બનાવવાની સરકારની પહેલને અનુરૂપ છે.

ભારતમાં ઓનલાઈન ગેમિંગ

  • ભારતીય મોબાઇલ ગેમિંગ ઉદ્યોગની આવક 2022માં $1.5 બિલિયનને પાર થવાની ધારણા છે અને 2025માં તે $5 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. ચીનમાં 8 ટકા અને યુએસમાં 10 ટકાની સરખામણીમાં 2017-2020 વચ્ચે આ ક્ષેત્રે ભારતમાં 38 ટકાના CAGRથી વૃદ્ધિ નોંધાવી છે. તેમાંથી થતી આવક 2024 સુધીમાં રૂ. 153 અબજ સુધી પહોંચવા માટે તે 15 ટકાના CAGRથી વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે.
  • ઑનલાઇન ગેમિંગમાં ભારતના નવા પેઇંગ યુઝર્સ (એનપીયુ)ની ટકાવારી સતત બે વર્ષથી વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહી છે, જે 2020માં 40 ટકા અને 2021માં 50 ટકા હતી.
  • EY અને FICCIના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ટ્રાન્ઝેક્શન આધારિત ગેમ્સની આવકમાં 26 ટકાનો વધારો થયો છે, જેમાં પેઇંગ ગેમર્સની સંખ્યા 17 ટકાના વધારા સાથે 2020માં 80 મિલિયનથી વધીને 2021માં 95 મિલિયન થઈ છે.

ઑનલાઇન ગેમિંગના વિવિધ પ્રકારો.

  • ઈ-સ્પોર્ટ્સ:આ વિડિયો ગેમ્સ છે જે 1990ના દાયકામાં વિડિયો ગેમ સ્ટોર્સમાં ખાનગી રીતે અથવા કન્સોલ પર રમવામાં આવતી હતી, પરંતુ વર્તમાનમાં તે વ્યક્તિગત રીતે અથવા ટીમોમાં વ્યાવસાયિક ખેલાડીઓ વચ્ચે ઑનલાઇન માધ્યમથી રમાય છે.
  • કાલ્પનિક રમતો (Fantasy sports):આ એવી રમતો છે જેમાં રમનાર વ્યક્તિ ઘણી ટીમોમાંથી વાસ્તવિક રમતના ખેલાડીઓની ટીમ પસંદ કરે છે અને ખેલાડીઓ વાસ્તવિક જીવનમાં કેટલું સારું પ્રદર્શન કરે છે તેના આધારે પોઈન્ટ કમાય છે.
  • ઑનલાઇન કેઝ્યુઅલ રમતો:આકૌશલ્ય-આધારિત હોઈ શકે છે, જ્યાં પરિણામ માનસિક અથવા શારીરિક કૌશલ્ય અથવા તક-આધારિત પરિણામો દ્વારા પ્રભાવિત થાય છે (આ પરિણામ કેટલીક અવ્યવસ્થિત પ્રવૃત્તિ દ્વારા ભારે પ્રભાવિત થાય છે, જેમ કે પાસાઓ કે રોલિંગ.) આ પ્રકારની સંભાવનાઓ કે તકની રમતને જુગાર તરીકે ગણવામાં આવે છે. તેમાં જો ખેલાડીઓ પૈસા અથવા નાણાકીય મૂલ્યની કોઈપણ વસ્તુ પર દાવ લગાવે છે.

Leave a Comment

Share this post