ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન

  • વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નંબર વન ખેલાડી બન્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ રેન્કિંગમાં નંબર વન સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે.
  • સ્ટાર ભારતીય જેવલિન થ્રોઅરે એન્ડરસન પીટર્સને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. લેટેસ્ટ રેન્કિંગ મુજબ નીરજ ચોપરાના 1455 પોઈન્ટ્સ અને એન્ડરસન પીટર્સના 1433 પોઈન્ટ છે.
  • નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
  • ભારતીય ભાલા ફેંક એથલીટ એશિયાઈ રમતોના પણ હાલના ચેમ્પિયન છે. તેમણે ઈન્ડોનેશિયાના જકાર્તામાં આયોજીત 2018 એશિયાઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો .

Leave a Comment

Share this post