T-20માં સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા ખેલાડી

T-20માં સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા ખેલાડી

  • ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલે 1 ફેબ્રુઆરી,2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો છે.
  • શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય ક્રિકેટર બન્યો છે. શુભમન ગિલ પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી છે.
  • શુભમન ગિલ T20 ઈન્ટરનેશનલ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
  • ભારતમાં ટી20માં સદી કરનાર સૌથી યુવા ખેલાડી રહ્યો છે.ગિલે 23 વર્ષ 146 દિવસની ઉંમરે સદી ફટકારી છે જ્યારે અગાઉ સુરેશ રૈનાએ 23 વર્ષ 156 દિવસની ઉંમરે સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા ખેલાડી હતો.
  • શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ સ્કોર કરનાર ક્રિકેટર બન્યો છે.
  • શુભમન ગિલ T20 ઇન્ટરનેશનલમાં સદી ફટકારનાર 8મો ભારતીય ક્રિકેટર છે.
  • શુભમન ગિલ પહેલા સુરેશ રૈના (1 સદી), રોહિત શર્મા (4 સદી), કેએલ રાહુલ (2 સદી), દીપક હુડા (1 સદી), વિરાટ કોહલી (1 સદી), સૂર્યકુમાર યાદવ (3 સદી) અને હરમનપ્રીત કૌર (1 સદી) દ્વારા આ સિદ્ધિ હાંસિલ કરવામાં આવી છે.

Leave a Comment

Share this post