આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 2023

આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 2023

  • વિશ્વભરમાં 22 મેના રોજ જૈવિક વિવિધતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2023માં, જૈવિક વિવિધતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ “ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન : બિલ્ડીંગ બેક બાયોડાયવર્સિટી” થીમ પર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ જૈવવિવિધતાની ચિંતાઓની સમજ અને સભાનતાને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. તેને વિશ્વ જૈવવિવિધતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 19 મી ડિસેમ્બર 1994 ના રોજ 49/119 ઠરાવ સ્વીકાર્યું અને 29 મી ડિસેમ્બરને જૈવિક વિવિધતા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો. 2002 થી આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા 22 મી મેના રોજ મનાવવામાં આવે છે
  • જૈવવિવિધતાનું આંતરરાષ્ટ્રીય વર્ષ : 2010
  • આંતરરાષ્ટ્રીય વન વર્ષ : 2021

જૈવિક વિવિધતા

  • પૃથ્વી ઉપર આવેલ પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય સજીવોની ભિન્ન ભિન્ન જાતિઓ, પ્રજાતિઓ અને તેમની વિવિધતામાં રહેલી પરિવર્તનશીલતાને જૈવિક વિવિધતા કહેવામાં આવે છે. UN જનરલ એસેમ્બલીએ 22 મે 1992 ના રોજ સંમેલનના લખાણને સ્વીકાર્યાની યાદમાં, જૈવિક વિવિધતા પર સંમેલનના સંમત ટેક્સ્ટને અપનાવવા માટે કોન્ફરન્સના નૈરોબી ફાઇનલ એક્ટ દ્વારા 22 મેને IDB તરીકે અપનાવવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post