આંતરરાષ્ટ્રીય વન દિવસ

આંતરરાષ્ટ્રીય વન દિવસ

  • વર્ષ1972થી 21 મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે.
  • 2023ની થીમ : જંગલો અને આરોગ્ય(Forests and health)
  • યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ 21મી ડિસેમ્બર 2012ના રોજ ઠરાવ A/RES/67/200 અપનાવ્યો હતો અને દર વર્ષે 21મી માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે જાહેર કર્યો હતો.
  • દેશનું સૌથી જૂનું જળ પક્ષી અભયારણ્ય વેદાંથંગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં સ્થિત છે. મદ્રાસ એક્ટ 1882 હેઠળ 1963માં અભયારણ્યને આરએફ (રિઝર્વ ફોરેસ્ટ) તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું. આખરે 1998માં, અભયારણ્યને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 26(i) હેઠળ સૂચિત કરવામાં આવ્યું હતું. તે દેશનું સૌથી જૂનું જળ પક્ષી અભયારણ્ય છે. તમિલ ભાષામાં વેદાંતંગલનો અર્થ થાય છે ‘hamlet of the hunter ‘શિકારીનું ગામ’.

આંતરરાષ્ટ્રીય વન દિવસ રાજ્યકક્ષાની ઉજવણી

  • રાજ્યમાં ૨૧મી માર્ચ ૨૦૨૩ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવશે જેની રાજ્યકક્ષાની  ઉજવણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી. ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે યોજાશે એગ્રોફોરેસ્ટ્રી બાબતે ખેડૂત ઉત્પાદક સંઘની રાજ્યકક્ષાની કાર્યશાળા.

વિશેષ : 21 માર્ચ એટલે

  • આંતરરાષ્ટ્રીય વન દિવસ
  • વિશ્વ કવિતા દિવસ
  • વિશ્વ કઠપુતળી દિવસ

Leave a Comment

TOPICS : ,

Share this post