આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

  • વિશ્વભરમાં દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ દ્ધારા, સમાજને સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે 1977થી આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2023ની થીમ : “Museums, Sustainability, and Well-being.”

ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 18મી મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે (IMD)ની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની IMD થીમ ‘મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઇંગ’ છે.
  • પ્રધાનમંત્રી ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોના માસ્કોટ, ગ્રાફિક નોવેલ – અ ડે એટ ધ મ્યુઝિયમ, ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી, કર્તવ્ય પથના પોકેટ મેપ અને મ્યુઝિયમ કાર્ડ્સનું પણ અનાવરણ કર્યું હતું. ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનો માસ્કોટ એ ચેન્નાપટ્ટનમ કલા શૈલીમાં લાકડામાંથી બનેલી ડાન્સિંગ ગર્લનું સમકાલીન સંસ્કરણ છે.

International Council of Museums (ICOM)

  • સ્થાપના : 1946
  • મુખ્યમથક : પેરિસ, ફ્રાંસ
  • ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ (IOCM) ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓનો સંગ્રહ કરનાર મુખ્ય સંગઠન છે. સમગ્ર વિશ્વમાં IOCMની 31 આંતરરાષ્ટ્રીય સમિતિઓ છે. આ તમામ સમિતિઓ સંગ્રહાલય સાથે સંકળાયેલ અલગ-અલગ ક્ષેત્રમાં વિશેષતા ધરાવે છે. આ સાથે જ IOCM મહત્ત્વની વસ્તુઓની ગેરકાયદેસર ચોરીને રોકવા માટેનું પણ કામ કરે છે અને કટોકટીની પરિસ્થિતિમાં સંગ્રહાલયોને સહાય પણ પૂરી પાડે છે.

Leave a Comment

Share this post