આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ

  • આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ અથવા વિશ્વ ઓલિમ્પિક દિવસ દર વર્ષે 23 જૂને ઉજવવામાં આવે છે. 1948થી ઉજવાતો આ દિવસ ઓલિમ્પિકસના ત્રણ મૂલ્યો શ્રેષ્ઠતા, આદર અને મિત્રતાને હાઇલાઇટ કરે છે. 23 જૂન , 1894 ના રોજ પોરિસ, સોર્બોનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપનાની યાદમાં દર વર્ષે 23મી જુને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ડે ઉજવવામાં આવે છે. પ્રથમ ઓલિમ્પિક દિવસ 23 જૂન 1948 ના રોજ 9 રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ (એનઓસી) દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
  • 2023ની થીમ ‘શાંતિપૂર્ણ વિશ્વ માટે એક સાથે : ‘Let’s Move.’
  • ઓલિમ્પિક ગેમ્સમાંની કોઈપણ રમતમાં, વ્યક્તિગત રીતે ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી : અભિનવ બિન્દ્રા(10 મીટર એર રાઇફલ,બીજિંગ 2008)
  • સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 41મા સત્રમાં ચેક આઈઓસીના સભ્ય ડો. જી.આર. એસએ વર્લ્ડ ઓલમ્પિક ડેનો વિચાર રજૂ કર્યો હતો. જેમાં ઓલિમ્પિક્સના સંદેશા અને મૂળ હેતુને ઉજવવા માટે એક દિવસ નક્કી કરવાનું કહ્યું હતું. તેમજ થોડા મહિના પછી, જાન્યુઆરી 1948માં સેન્ટ મોરિટ્ઝમાં આઇઓસીના 42મા અધિવેશનમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

Leave a Comment

Share this post