ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ “શિલ્પ સંગમ”

બનાસકાંઠા: અંબાજી સ્થિત સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ એટલે કે SAPTIમાં 19 જાન્યુઆરીથી ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ “શિલ્પ સંગમ”નો શુભારંભ થશે

  • 20 દિવસ સુધી ચાલનારા આ સિમ્પોઝીયમમાં દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની અને રોમાનિયા સહિતના 10 દેશોના શિલ્પકારો ભાગ લેશે.
  • અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સાપ્તી સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના ખ્યાતનામ શિલ્પકારો પણ જોડાયા હતા.
  • 20 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિદેશથી આવેલા મૂર્તિકારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ અહીં 20 દિવસ સુધી રહીને અંબાજીની અરવલ્લી ગિરિમાળા ના પથ્થરોની શિલ્પ કારીગરી કરશે.
  • નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં આરસપહાણની 30 જેટલી ખાણો અંબાજીમાં આવેલી છે. જેમાંથી વાઈટ માર્બલ, સેકન્ડ વાઈટ, પેન્થર અને અડંગો સહિતના પથ્થરો અને ગ્રીન માર્બલ પણ નીકળે છે જેથી ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ ગણાય છે.
  • ‘‘SAPTI’’ એ ભારતીય શિલ્પકારોના કૌશલ્ય- વર્ધન માટે કાર્યરત સંસ્થા છે. વિશ્વના શ્રેષ્ઠ સ્ટોન આર્ટિસ્ટો કે જેમણે પોતાના દેશમાં પોતાની શિલ્પકારીમાં નામ બનાવ્યું છે એવા ઉત્તમ કલાકારોને આ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ માં સાપ્તિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Comment

Share this post