ઇન્ટરનેશનલ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા બંગાળની ખાડીમાં ગ્રેટ નિકોબાર આઇલેન્ડ ખાતે રૂ. 41,000 કરોડના આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ માટે રસ ધરાવતા વ્યાવસાયિકો પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EoI) આમંત્રિત કરવાની જાહેરાત કરાઇ.

 • આ પ્રોજેક્ટ દ્વારા બંગાળની ખાડીમાં સિંગાપોર જેવું ઇન્ટરનેશનલ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવવામાં આવશે.

ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ એટલે શું?

 • ટ્રાન્સશિપમેન્ટ એ પ્રોડક્ટ ટ્રાન્સપોર્ટેશનની એક પદ્ધતિ છે, જે મુજબ એક દેશમાંથી બીજા દેશમાં નિકાસ કરવામાં આવે છે, પરંતુ આમાં માલ એક બંદરેથી સીધો ગંતવ્ય સ્થાન પર ન પહોંચતાં વિવિધ બંદરો મારફતે પહોંચે છે.
 • ઉ.દા. ડરબનથી મનિલા સુધીનું માલ-સામાનનું પરિવહન કરવું છે પણ બંને વચ્ચે આ માલ-સામાનના પરિવહન માટે કોઇ સીધું જોડાણ નથી. આથી મનિલા માટે બંધાયેલા કન્ટેનરને એક જહાજ પર દક્ષિણ આફ્રિકાથી સિંગાપોર લઈ જવામાં આવે છે અને પછી સિંગાપોરથી મનિલા જતા બીજા જહાજ પર ફરીથી આ માલ-સામાનને લોડ કરવામાં આવે છે.

મુખ્ય મુદ્દા

 • જાહેર-ખાનગી ભાગીદારી (PPP) દ્વારા આ ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પોર્ટનો વિકાસ કરવામાં આવશે, જેનો પ્રથમ તબક્કો 2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
 • પ્રથમ તબક્કામાં 40 લાખથી વધુ કન્ટેનરને હેન્ડલ કરશે. સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ તે દર વર્ષે 16 મિલિયન કન્ટેનરને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે.
 • ટ્રાન્સશિપમેન્ટ પોર્ટની આસપાસ એરપોર્ટ, ટાઉનશિપ અને પાવર પ્લાન્ટ સહિત અન્ય પ્રોજેક્ટ્સ પણ બનાવવામાં આવશે.
 • સૂચિત પોર્ટ સિંગાપોર, ક્લાંગ અને કોલંબોમાં હાલના ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ્સ સાથે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગ પર સ્થિત છે. આ બંદર વિશ્વના મુખ્ય વેપાર માર્ગથી 40 નોટિકલ માઈલના અંતરે સ્થિત હશે.
 • આ પ્રોજેક્ટ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ગ્રેટ નિકોબાર

 • ગ્રેટ નિકોબાર એ ‘નિકોબાર ટાપુઓ’નો સૌથી દક્ષિણતમ દક્ષિણ ટાપુ છે.
 • તેને નિકોબારી ભાષામાં ટોકિયોંગ લોંગ અથવા લૂંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઇન્ટ અહીં સ્થિત છે.
 • ટાપુના લગભગ 85% વિસ્તારને ભારત સરકાર દ્વારા ગ્રેટર નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઓળખાતા સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
 • તે ઉષ્ણકટિબંધીય સદાબહાર વન ઇકોસિસ્ટમ ધરાવે છે, તેથી જ ત્યાં વ્યાપક પ્રમાણમાં જૈવવિવિધતા જોવા મળે છે; એન્જીયોસ્પર્મ્સ, ફર્ન, જીમ્નોસ્પર્મ્સ, બ્રાયોફાઇટ્સની 650 પ્રજાતિઓ તેમજ પ્રાણીસૃષ્ટિની 1800 થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક પ્રજાતિઓ માત્ર અહીં જ જોવા મળે છે, અર્થાત સ્થાનિક છે. જેમ કે, નિકોબેરીઝ બુશ મરઘી, નિકોબેરીસ લાંબી પૂંછડીવાળો વાંદરો.
 • ગ્રેટ નિકોબારનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ થુલિયર (642 મીટર) છે.
 • ટાપુ પર ઘણી નદીઓ છે, જેવી કે, એલેક્ઝાન્ડ્રા નદી, અમૃત કૌર નદી, ડગમાર નદી અને ગાલાથિયા નદી વગેરે. સમગ્ર ટાપુના ઉત્તરથી દક્ષિણ તરફના ઢોળાવને કારણે મોટાભાગની નદીઓ દક્ષિણ-પશ્ચિમ દિશામાં વહે છે.
 • અહીં શોમ્પેન આદિજાતિ વસવાટ કરે છે.

Leave a Comment

Share this post