IPL 2023 : ગુજરાતની જીત સાથે શરૂઆત

IPL 2023 : ગુજરાતની જીત સાથે શરૂઆત

  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી આવૃત્તિ 31 માર્ચ, 2023 થી શરૂ થઈ છે.આ સિઝનની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ હતી. આ વર્ષની આવૃત્તિના ભાગરૂપે કુલ 70 લીગ-સ્ટેજ મેચો રમાશે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં 2021ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું છે. CSK સામે આ તેની સતત ત્રીજી જીત છે. આજ સુધી ગુજરાત CSK સામે હાર્યું નથી.

IPLનો પહેલો ઈમ્પેક્ટ પ્લેયર : તુષાર દેશપાંડે

  • BCCI એ IPL 2023 ની આ સિઝનમાં નવા નિયમો લાગુ કર્યા છે. જેમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈ એક ખેલાડીને બદલીને બીજાને રમતમાં ઉતારી શકાય છે.
  • અગાઉ 12 ખેલાડીઓના નામ આપવામાં આવતા હતા. હવે ચાર અવેજી ખેલાડીઓના નામ પણ આપવામાં આવશે.
  • IPL16ની પ્રથમ મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPLના નવા નિયમ ‘ઈમ્પેક્ટ પ્લેયર’નો ઉપયોગ કર્યો હતો. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ બન્યો. અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુની જગ્યાએ બોલિંગ વખતે તેને બહાર કરવામાં આવ્યો હતો.
  • ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સનો પ્રથમ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ બન્યો હતો. તેને કેન વિલિયમસનની જગ્યાએ બેટિંગમાં લાવવામાં આવ્યો હતો

1 thought on “IPL 2023 : ગુજરાતની જીત સાથે શરૂઆત”

Leave a Comment

TOPICS : , ,

Share this post