ISRO અને NASAએ મળીને NISAR ઉપગ્રહ તૈયાર કર્યો

ISRO અને NASAએ મળીને NISAR ઉપગ્રહ તૈયાર કર્યો

 • ભારતની ઈસરો અને અમેરિકાની નાસા સંસ્થાએ સાથે મળીને વિકસાવેલો નિસાર ઉપગ્રહ અમેરિકાથી બેંગલુરુ લાવવામાં આવ્યો છે. અમેરિકાના હવાઈ દળના C-17 માલપરિવહન વિમાનમાં આ ઉપગ્રહ બેંગલુરુ લવાયો છે. આ ઉપગ્રહનું યુ.આર.રાવ ઉપગ્રહ કેન્દ્રમાં પૃથ્વી નિરિક્ષણ ઉપગ્રહ સાથે સંકલન કરાશે, ત્યારબાદ તેના વિવિધ પરિક્ષણો હાથ ધરાશે.
 • નાગરિક ક્ષેત્રના અવકાશ સહકાર કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નિસાર ઉપગ્રહ અત્યાર સુધી સૌથી મોટી 40 ફૂટ (12 મીટર) વ્યાસવાળા ડ્રમ આકારના રિફ્લેક્ટર એન્ટેના ધરાવે છે. તે વિશ્વનો સૌથી ખર્ચાળ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હશે.
 • તેનું નામ નાસા-ઇસરો સિન્થેટીક એપરચર રડાર – NISAR છે.
 • આ ઉપગ્રહ કુદરતી આપત્તિઓ, હિમશીલાએ પીગળવાનું પ્રમાણ તેમજ ભુગર્ભ જળનો અભ્યાસમાં ઉપયોગી નિવડશે.
 • ISRO દ્વારા NISARનો ઉપયોગ કૃષિ મેપિંગ અને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો માટે કરાશે.
 • આ ઉપગ્રહને 2024માં આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી નજીકની ધ્રુવીય ભ્રમણકક્ષામાં લોન્ચ કરાય તેવી આશા છે.
 • આ સેટેલાઈટને ઈસરોના સૌથી શક્તિશાળી GSLV-MK2 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

NISAR મિશન વિશે

 • નાગરિક ક્ષેત્રના અવકાશ સહકાર કાર્યક્રમ હેઠળ ઈસરો અને નાસાએ 2014માં 2,800 કિલો વજનનો ઉપગ્રહ બનાવવા માટે હાથ મિલાવ્યા હતા. આ સેટેલાઇટ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી કામ કરશે. તે લો અર્થ ઓર્બિટ (LEO) વેધશાળા છે. તે 12 દિવસમાં સમગ્ર વિશ્વનો નકશો તૈયાર કરશે.

NISAR વિશેષતા

 • ભારત મોકલતા પહેલા તેના અંતિમ વિદ્યુત પરીક્ષણનું કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબ (JPL) નિરીક્ષણ કર્યું હતું. તે પૃથ્વીની જમીન અને બરફની સપાટીમાં એક ઇંચના અપૂર્ણાંક સુધીના ફેરફારોને જોવા માટે ઇન્ટરફેરોમેટ્રિક સિન્થેટિક એપરચર રડાર નામની સિગ્નલ-પ્રોસેસિંગ તકનીકનો ઉપયોગ કરશે.

સિન્થેટીક અપર્ચર રડાર (SAR)

 • આ રડાર અંધકાર અને વાદળોમાં પ્રવેશ કરવામાં સક્ષમ છે, જે હવામાન પરિસ્થિતિઓમાં નિસારને માહિતી પ્રદાન કરશે. SARએ એક અત્યાધુનિક માહિતી-પ્રક્રિયા તકનીક છે જેનો ઉપયોગ હાઇ રીઝોલ્યુશન છબીઓ બનાવવા માટે થાય છે. તે જીપીએસ રીસીવરો, વિજ્ઞાન ડેટા, પેલોડ ડેટા સબસિસ્ટમ્સ અને સોલિડ સ્ટેટ રેકોર્ડર માટે ઉચ્ચ-દરની સંચાર સબસિસ્ટમ છે.

 ISRO : Indian Space Research Organization

 • સ્થાપના : 15 ઓગસ્ટ,1969
 • મુખ્યમથક :- અંતરિક્ષ ભવન,બેંગલોર
 • અધ્યક્ષ :- શ્રી શ્રીધર પનીકર સોમનાથ
 • Indian National Committee for Space Research(INCOSPAR) :- 1962
 • Motto:- मानव जाति की सेवा में अंतरिक्ष प्रौद्योगिकी (માનવ જાતિની સેવામાં અંતરિક્ષ ટૅક્નિક)
 • વિશ્વની મોટી 6 સરકારી અંતરિક્ષ એજન્સીઓમાં ISRO એક છે
 • ભારત સરકારે સ્પેસ કમિશનની રચના કરી અને 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DoS)ની સ્થાપના કરી અને 1 જૂન,1972ના રોજ ISROને DoS મેનેજમેન્ટ હેઠળ લાવી.

વિશેષ

 • વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC): તિરુવનંતપુરમ
 • ઇસરો સેટેલાઇટ સેન્ટર(ISC): બેંગલૂરુ
 • શ્રી હરિકોટા રેન્જ (SHAR): શ્રી હરિકોટા
 • અવકાશ વિનિયોગ કેન્દ્ર (SAC): અમદાવાદ
 • ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL): અમદાવાદ
 • પ્રથમ ઉપગ્રહ આર્યભટને ઇસરો દ્વારા બ્નવવામાં આવ્યું હતું અને 19 એપ્રિલ,1975માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોહિણી પ્રથમ ઉપગ્રહ જેને વર્ષ 1979માં ભારત-સર્જિત લોન્ચ વ્હિકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મુકવામાં આવ્યું હતું.

1 thought on “ISRO અને NASAએ મળીને NISAR ઉપગ્રહ તૈયાર કર્યો”

Leave a Comment

TOPICS : ,

Share this post