ISRO દ્વારા પુનઃઉપયોગ કરી શકાય તેવાં લોન્ચ વ્હીકલનું સફળ પરીક્ષણ

ISRO દ્વારા પુનઃઉપયોગ કરી શકાય તેવાં લોન્ચ વ્હીકલનું સફળ પરીક્ષણ

  • તાજેતરમાં, ISRO દ્વારા પુનઃઉપયોગ કરી શકાય તેવા લોન્ચ વ્હીકલ-ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન (RLV-TD) મિશનનો લેન્ડિંગ પ્રયોગ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો.
  • ભારતીય અવકાશ એજન્સી ISROએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની  કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં આવેલ એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે ‘રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશન’ (RLV LEX)નું સફળ પરીક્ષણ કર્યું હતું.
  • ભારતીય વાયુસેના(IAF)એ ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી RLV-TDને 4.5 કિમીની ઊંચાઈએથી નીચે છોડયું હતું. RLV-TDએ સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. વિશ્વમાં પ્રથમ વખત ‘વિંગ બોડી’ને હેલિકોપ્ટરની મદદથી 4.5 કિલોમીટરની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યું અને રનવે પર ઓટોનોમસ લેન્ડિંગ માટે છોડવામાંઆવ્યું હતું.
  • રી-યુઝેબલ લોન્ચ વ્હીકલ પર ફ્રાન્સ, અમેરિકા, જાપાન, ચીન જેવા દેશ સહિત અનેક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પણ કામ કરી રહી છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post