જલ શક્તિ અભિયાન: કૅચ ધ રેઇન- 2023

જલ શક્તિ અભિયાન: કૅચ ધ રેઇન- 2023

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -2023 એનાયત કર્યા. આ પુરસ્કારો સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના જુદા જુદા વર્ગોમાં આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ જલશક્તિ અભિયાન અંતર્ગત કૈચ ધ રેઇનનો આરંભ કરાવ્યો.
  • 2023ની થીમ “પીવાલાયક પાણી માટે સ્રોત ટકાઉ ક્ષમતા”
  • ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ (SBM – G), જલ જીવન મિશન (JJM) અને રાષ્ટ્રીય જલ મિશન (NWM) હેઠળ વિવિધ શ્રેણીઓ અંતર્ગત કુલ 18 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા.
  • તેઓએ જલશક્તિથી નારીશક્તિ વિષય પર એક વીડિયો અને એક સ્મારક ટિકિટ પણ બહાર પાડી હતી.
  • માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુજી દ્વારા આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલા ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન ૨૦૨૩’ સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા…

Leave a Comment

TOPICS : ,

Share this post