જલન માતરી : જલાલુદીન સઆહુદિન અલવી

જલન માતરી : જલાલુદીન સઆહુદિન અલવી

 • જલાલુદીન સઆહુદિન અલવી જેઓ જલન માતરી તરીકે જાણીતા ગુજરાતી ગઝલકાર હતા.
 • તેમનો જન્મ 1 સપ્ટેમ્બર,1934ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો.
 • 1957થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફીસ સુપ્રિન્ટેન્ડેટના હોદા પર કાર્ય કર્યુ અને 1992માં નિવૃત થયા હતા.
 • તેમનું અવસાન અમદાવાદના રાયખડ ખાતેના તેમના નિવાસ સ્થાને 83 વર્ષની વયે 25 જાન્યુઆરી, 2018ના રોજ થયું હતું.
 • જલન માતરીએ સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ પર નઝમ લખી હતી, જે તેમની છેલ્લી કૃતિ હોવાનું જાણવા મળ્યું હતું.

ગઝલ સંગ્રહો

 1. જલન
 2. શુકન
 3. સુખવતર
 4. તપિશ

પુરસ્કારો

 • ઉઘડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક (2005)
 • વલી ગઝલ એવોર્ડ, 2007
 • વડોદરા સાહિત્ય સભા દ્વારા “શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડ”
 • નરસિંહ મહેતા એવોર્ડ (2016)

પ્રખ્યાત પંક્તિઓ/ગઝલો

 • શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.
 • ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
 • કયામતની રાહ એટલે જોઉ છું,   કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.
 • નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,તુજ મહેરબાનીના ખુદા આવા પ્રકાર કેમ?
 • સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
 • હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો,ઈશ્વર હશે તો કોઈ દિવસ કામ આવશે.

Leave a Comment

Share this post