જલ્લીકટ્ટુ

તાજેતરમાં તમિલનાડુમાં પોંગલના અવસર પર રાજ્યના ઘણા વિસ્તારોમાં જલ્લીકટ્ટુ (Jallikattu)સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 • જલ્લીકટ્ટુ તમિલનાડુના ગ્રામીણ વિસ્તારોની એક પરંપરાગત રમત છે, જેનું આયોજન પોંગલ તહેવાર (Pongal festival) દરમિયાન કરવામાં આવે છે, જ્યાં બળદને માણસો સામે લડાવવામાં આવે છે.
 • તે મટ્ટુ પોંગલના ભાગ રૂપે હાથ ધરવામાં આવે છે, જે ચાર દિવસના લણણી ઉત્સવના ત્રીજા દિવસે હોય છે.
 • જલ્લીકટ્ટુ તામિલનાડુની એક પરંપરાગત રમત છે.
 • જલ્લીકટ્ટુ (Jallikattu) બે તમિલ શબ્દો જલી અને કટ્ટુને જોડીને બનાવવામાં આવ્યું છે. તમિલમાં જલ્લી એટલે સિક્કાની થેલી અને કટ્ટુ એટલે બળદનું શિંગડું.
 • જલ્લીકટ્ટુને તમિલનાડુના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક કહેવામાં આવે છે. તે 2000 વર્ષ જૂની રમત છે જે તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. જલ્લીકટ્ટુ ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાં સહભાગીઓ નિર્ધારિત સમયની અંદર બળદને નિયંત્રિત કરે છે અને તેના શિંગડામાં રહેલી સિક્કાઓની થેલી મેળવે છે.
 • જલ્લીકટ્ટુ અલગ અલગ ત્રણ ફોર્મેટમાં રમાય છે. ફોર્મેટના નામ છે વાટી મંજુ વિરાટ્ટુ, બીજું વેલી વિરાટ્ટુ અને ત્રીજું વાતમ મંજુવિરટ્ટુ.
 • અગાઉ તેને યેરુથાઝુવુથલ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. આ સમય દરમિયાન બળદને પ્રેરિત કરવા માટે અમાનવીય વર્તનની અનેક ફરિયાદો બાદ 2014માં સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
 • 2017માં, તમિલનાડુ સરકારે “સાંસ્કૃતિક વારસાને જાળવવા અને બળદની સ્વદેશી જાતિના અસ્તિત્વ અને સાતત્યને સુનિશ્ચિત કરવા” પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960માં સુધારો કરી કાયદો ઘડ્યો હતો. આ પછી જલ્લીકટ્ટુના આયોજન પરનો પ્રતિબંધ પણ ખતમ થઈ ગયો.
 • જલ્લીકટ્ટુ એ બળદને નિયંત્રિત કરવાની રમત છે.
 • ખાસ પ્રશિક્ષિત બળદોને બંધ જગ્યામાંથી મુક્ત કરવામાં આવે છે, બહારના લોકોની ફોજ રમવા માટે તૈયાર રહે છે.
 • તે જ સમયે, બેરિકેડિંગની બહાર, મોટી સંખ્યામાં દર્શકો તેનો આનંદ માણે છે. બળદ છોડતાની સાથે જ તે દોડતો બહાર આવે છે, જેને પકડવા લોકો તુટી પડે છે.
 • રમતમાં ખરું કામ બળદના ખૂંધને પકડીને તેને અટકાવવાનું છે અને પછી શિંગડામાં કપડાથી બાંધેલા સિક્કાને દૂર કરવાનું છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post