જમશેદજી નસરવાનજી તાતા

જમશેદજી નસરવાનજી તાતા

 • જન્મ : 3 માર્ચ 1839, નવસારી
 • અવસાન : 19 મે 1904, નાઉહાઇમ, જર્મની
 • તેઓ અર્વાચીન ઔદ્યોગિક ભારતના પ્રણેતા (pioneer) અને ભારતની સૌથી વધુ દૂરંદેશીભરી વ્યાપારી પેઢીના સ્થાપક હતા.
 • લગ્ન :  હીરાબાઈ દાબુ
 • મોટા પુત્ર દોરાબજીનો જન્મ 1859માં અને નાના પુત્ર રતનજીનો જન્મ 1871માં થયો હતો.
 • 1869 – ચીંચપોકલીમાં એક જુની ઓઇલ મીલ લઇ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડની મીલ સ્થાપી
 • 1874 – બે જ વરસ પછી મીલ સારા નફે વેચી નાગપુરમાં તદ્દન નવી મીલ સ્થાપી; 1877 માં તેનું નામ ક્વીન વિક્ટોરીયાના નામ પરથી એમ્પ્રેસ મીલ રાખ્યું જે પાછળથી સેન્ટ્રલ ઇન્ડિયા સ્પિનિંગ એન્ડ મૅન્યુફૅક્ચરિંગ કું. તરીકે ઓળખાઈ હતી.
 • 1886માં તેમણે કુર્લા (મુંબઈ)ની ધરમશી મિલ ખરીદી લીધી અને તેને સ્વદેશી મિલ તરીકે ચાલુ કરી.
 • તેઓએ ટાટા જૂથની સ્થાપના 1868માં થઈ હતી
 • 1887માં તેમણે તાતા ઍન્ડ સન્સની સ્થાપના કરી. 1901માં બિહારમાં સાકચી (હાલનું જમશેદપુર, તાતાનગર) ખાતે ભારતનું સૌપ્રથમ મોટા પાયા પરનું લોખંડનું કારખાનું શરૂ કરવાની યોજના કરી અને 1907માં તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કું.ની સ્થાપના કરી.
 • 1886માં દેશમાં સૌપ્રથમ વાર કામદાર પેન્શન ફંડ યોજના અને 1895માં અકસ્માત વળતર યોજનાની શરૂઆત તેમના માનવતાવાદી ર્દષ્ટિકોણની સાબિતી આપે છે.
 • મુંબઈમાં તાજ હોટેલની સ્થાપના તેમના દ્વારા 1903માં કરવામાં આવી હતી.
 • તેમના મૃત્યુ પછી, તેમના મૃતદેહને ઈંગ્લેન્ડના બ્રુકવુડ કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Share this post