નાટ્ય કલાકાર જયશંકર ‘સુંદરી’

નાટ્ય કલાકાર જયશંકર ‘સુંદરી’

 • તેઓ જૂની ગુજરાતી રંગભૂમિમાં નારીપાત્ર ભજવતા વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક હતા.
 • નામ : ભોજક જયશંકર ભૂધરદાસ
 • જન્મ : 30 જાન્યુઆરી-1889; વિસનગર ( જિ. મહેસાણા)
 • અવસાન : 22 જાન્યુઆરી- 1975; વિસનગર ( જિ. મહેસાણા)
 • વ્યવસાય: નાટ્ય કલાકાર
 • વિસનગરના શ્રીમાળી ભોજકોમાં પ્રસિદ્ધ ગાયક ત્રિભોવનદાસ એમના દાદા હતા.
 • મૂળ રાજકવિ નથુરામ સુંદરજી શુક્લરચિત નાટકને મૂલાણીએ જયશંકરને ‘સુંદરી’ની ભૂમિકામાં કલ્પીને નવું કલેવર બક્ષ્યું હતું.
 • ‘સૌભાગ્યસુંદરી’ નાટકે જ જયશંકર ‘સુંદરી’નું અમર બિરુદ આપ્યું.
 • ‘જુગલ જુગારી’ નાટકે પ્રેક્ષકો પર જુગારના દુર્ગુણથી થતી પાયમાલી વિશે ઘેરી અસર ઉપજાવી હતી. આ નાટકમાં જયશંકરની લલિતાના પાત્રની ભૂમિકા ઉચ્ચ કોટિની હતી. જ્યારે ‘વિક્રમચરિત્ર’માં જયશંકર-અભિનીત રંભા દૂધવાળીનું ‘કોઈ દૂધ લ્યો દિલરંગી….’ ગીત ખૂબ લોકપ્રિય થયેલું.
 • 28 એપ્રિલ 1932ના રોજ ‘સ્વામીભક્તિ’ નાટકમાં નાયિકા ગજરાની અવિસ્મરણીય ભૂમિકા ભજવીને તેમણે નિવૃત્તિ લીધી.
 • ઇ.સ. 1948 થી 1962 સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા.
 • ઇ.સ. 1948માં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે નાટ્ય વિદ્યામંદિરની રચના કરી, જેમાં તેઓ આચાર્ય બન્યા હતા.આ વિદ્યામંદિરમાંથી નાટકશાળા ‘નાટ્યમંડળ’નો જન્મ થયો હતો.
 • વર્ષ 1951માં તેમને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું.
 • વર્ષ 1957માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમને નાટ્ય કળાના દિગ્દર્શન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર ‘પ્રેસિડેન્ટ એવોર્ડ’ એનાયત કર્યો હતો, જે હવે ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ તરીકે ઓળખાય છે.
 • વર્ષ 1963માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કળા વિભાગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1967માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી તરફથી તેમનું સન્માન કરાયું હતું.
 • ભારતના રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ વર્ષ 1971માં એનાયત કર્યો હતો.
 • તેમની આત્મકથા ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’ ચાર વર્ષના સમયગાળામાં આંશિક લખાયેલી અને આંશિક તેમના પુત્ર દિનકર ભોજક અને સામાભાઇ પટેલને કહીને લખાયેલી છે. આ આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વની છે, આત્મકથાનું ત્રીજું પ્રકરણ ‘અંતરનાટક’ ત્રીજો પુરુષ એકવચન પદ્ધતિએ લખાયું છે. તે 1976માં પ્રકાશિત થઇ હતી. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટસના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
 • વર્ષ 2002માં તેમની આત્મકથા હિંદીમાં ‘કુછ આંસુ, કુછ ફૂલ’ તરીકે દિનેશ ખન્ના દ્વારા અનુવાદ કરવામાં આવી હતી જે ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ એ પ્રકાશિત કરી હતી.વર્ષ 2011માં તે અંગ્રેજીમાં ‘Some Blossoms, Some Tears’ શીર્ષક હેઠળ અનુવાદિત થઇ હતી.

Leave a Comment

Share this post