જિદદુ કૃષ્ણમૂર્તિ

11 મે ના રોજ ભારત અને વિશ્વના મહાન તત્વ ચિંતક જિદદુ કૃષ્ણમૂર્તિની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે.

 • તેઓ વીસમી સદીના મહાન તત્વચિંતક દાર્શનિક ,પ્રવચનકાર અને લેખક હતા.
 • જિદદુ કૃષ્ણમૂર્તિનો જન્મ 11 મે 1895ના રોજ દક્ષિણ ભારતના નાના ગામ  મદનપલ્લીમાં થયો હતો.
 • પિતા : નારાયણૈયા; માતા : સંજીવમ્મા
 • થિયોસોફિકલ સોસાયટીના તત્કાલીન પ્રમુખ ડૉ. એની બેસન્ટ દ્વારા તેમને અને તેમના ભાઈને તેમની યુવાનીમાં દત્તક લેવામાં આવ્યા હતા. ડૉ. બેસન્ટ અને અન્યોએ ઘોષણા કરી કે કૃષ્ણમૂર્તિ એક વિશ્વ શિક્ષક બનશે.
 • આઘ્યાત્મિક તાલીમ દરમિયાન તેમણે ‘શ્રી ગુરુ ચરણે’ પુસ્તિકા લખી હતી.
 • વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતજ્યોર્તિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કર્યો હતો.
 • ‘સત્ય એક પાથ વગરની જમીન છે. માનવી માત્ર સત્યનો અનુયાયી છે. સત્ય દ્વારા સમજણ પ્રાપ્ત થાય છે, સત્ય શોધવું હોય તો કુંઠિત મનની સીમાઓથી પાર જવું જોઈએ.’ તેઓ કોઇની પણ કંઠી બાંધવાની ના પડતાં હતા, પોતાની પણ નહી.
 • તેઓ કહેતા કે “માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસાપાત્ર નથી ભરોસો આંતરમાંથી આવવો જોઈએ”.
 • તેઓ કહેતા,  “તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા, ધન, કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો.“
 • ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ અમેરિકાના કેલિફોર્નિયા રાજયના ઑ’ હેર નગરમાં તેમનું અવસાન થયું હતું.

તેમના પુસ્તકો :

 • ધ એન્ડિંગ ઓફ ટાઈમ ,
 • ફ્રીડમ ફ્રોમ ધ નોન ,
 • કોમેન્ટ્રી ઓન લિવિંગ ,
 • એજ્યુકેશન એન્ડ ધ સિગ્નિફન્સ ઓફ લાઈફ ,
 • ધ અવેકનિંગ ઓફ ઈન્ટેલિજન્સ ,
 • ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ

Leave a Comment

Share this post