જોશીમઠમાં પડતી ત્રિરાડો પણ સરકાર અને સ્થાનિક લોકો માટે ચિંતાજનક

  • અત્યારે પ્રવાસન સ્થળ જોશીમઠ ચર્ચાનો વિષય બન્યો છે. જોશીમઠમાં પડતી ત્રિરાડો પણ સરકાર અને સ્થાનિક લોકો માટે ચિંતાજનક છે. (678 મકાનો અને બાંધકામોમાં તિરાડો પડી છે અને 27 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે) પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ અચાનક નહીં પરંતુ વર્ષોથી થઈ રહ્યું  છે.
  • લગભગ અડધી સદી પહેલા જ્યારે 18 સભ્યોની સમતિએ ચેતવણી આપી હતી કે જોશીમઠ શહેર ભૌગોલિક રૂપથી અસ્થિર છે.
  • જોશીમઠ શહેરના ભૂસ્ખલન અને ડૂબવાના કારણોની તપાસ માટે તત્કાલિન કમિશ્નર, ગઢવાલ મંડળ મહેશ ચંદ્ર મિશ્રાની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
  • 7 મે 1976માં પોતાની રિપોર્ટમાં ભારે નિર્માણ કાર્યો, ઢોળાવ પર ખેતી, વૃક્ષોની કાપણી પર પ્રતિબંધ લગાવવાનું સુચન આપ્યું હતું. વરસાદી પાણીને યોગ્ય રીતે નિકાલ કરવા માટે પાકી ગટર લાઇનનું નિર્માણ, યોગ્ય ગટર સિસ્ટમ અને નદીના કિમારા ઉપર સીમેન્ટ બ્લોક રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું.
  • ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તાર ભૂગર્ભીય રૂપથી અસ્થિર છે. જેના પરિણામસ્વરૂપ ભૂસ્ખલન, રસ્તાઓ તૂટી જાય છે અને સ્થાનિક જમીનનું પણ ધોવાણ થાય છે. અલકનંદા અને ધૌલીગંગાની નદીઓમાં આવતું પૂર પણ ભૂસ્ખલન માટે મહત્ત્વનું કારક છે. જોષીમઠ એ સૌથી સંવેદનશીલ એવા ભુકંપીય ક્ષેત્ર 5માં આવે છે.

જોશીમઠ

 જોશીમઠ, જેને ‘જ્યોતિમઠ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું એક ધાર્મિક શહેર છે. તે હિમાલયના પર્વતારોહણ અભિયાનો, ટ્રેકિંગ ટ્રેલ્સ તેમજબદ્રીનાથ જેવા તીર્થસ્થળનું પ્રવેશદ્વાર છે. તે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠમાંથી એક છે. (આદિ શંકરાચાર્ય દ્વારા ભારતના ચાર છેડે ચાર મઠની સ્થાપના કરવામાં આવી હતી; બદ્રીનાથમાં જ્યોતિમઠ, દ્વારિકામાં શારદાપીઠ, જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠ, કર્ણાટકમાં શૃંગેરી મઠ)

2 thoughts on “જોશીમઠમાં પડતી ત્રિરાડો પણ સરકાર અને સ્થાનિક લોકો માટે ચિંતાજનક”

Leave a Comment

Share this post