કાંકરિયા કાર્નિવલ

25થી 31 ડિસેમ્બર, 2022 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના કાંકરિયા લેક ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ અંતર્ગત કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીનાં કારણે ત્રણ વર્ષથી કાંકરિયા કાર્નિવલ યોજાયો ન હતો. છેલ્લે 2019ના વર્ષમાં તેનું આયોજન કરાયું હતું.
  • અમદાવાદ શહેરમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે વર્ષ 2008-09થી કાંકરિયા કાર્નિવલની શરુઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામા આવી હતી.
  • કાંકરિયા કાર્નિવલ એ એક સપ્તાહ-લાંબો વાર્ષિક ઉત્સવ છે, જે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ, અમદાવાદ ખાતે ઉજવવામાં આવે છે, જેમાં સંગીત અને નૃત્ય પ્રદર્શન, રમત-ગમત અને યોગ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફટાકડા પ્રદર્શન, વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
  • કાંકરિયામાં પ્રવેશ ફી પુખ્ત વયના લોકો માટે 25 રૂપિયા અને બાળકો માટે 10 રૂપિયા છે. વરિષ્ઠ નાગરિકો તેમજ 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી.

અમદાવાદ શહેરના સ્થાપક એવા અહમદશાહના પુત્ર કુતુબુદ્દીન અહમદશાહ દ્વારા ઇ.સ. 1451માં ‘હૌજે કુતુબ’નું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે હાલમાં કાંકરીયા તળાવ નામે ઓળખાય છે. આ તળાવની વચ્ચે નગીનાવાડી આવેલી છે તથા તળાવના કિનારે ગુજરાતનું સૌથી મોટું કમલા નેહરૂ જીયોલોજિકલ પાર્ક (પ્રાણી અંગ્રહાલય) આવેલું છે.

1 thought on “કાંકરિયા કાર્નિવલ”

Leave a Comment

Share this post